Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કલેક્ટરે ચોટીલાના ત્રણ ગામોની મુલાકાત લીધી:જી.એચ. સોલંકીએ પંચાયત, શાળા, આંગણવાડી તપાસી, લોકપ્રશ્નો સાંભળી અધિકારીઓને તાકીદ કરી

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ ચોટીલા તાલુકાના નાળીયેરી, ખાટડી અને સાંગાણી ગામોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ વહીવટી પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને ગ્રામીણ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાનો હતો. તેમણે ગ્રામ પંચાયત કચેરીઓ, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે સૌ પ્રથમ નાળીયેરી ગ્રામ પંચાયત કચેરીમાં દફતર તપાસણી હાથ ધરી હતી. ત્યારબાદ તેમણે નાળીયેરી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે શિક્ષકો સાથે સંવાદ સાધી શૈક્ષણિક કાર્યને વધુ અસરકારક બનાવવા માટે રચનાત્મક સૂચનો પણ આપ્યા હતા. વહીવટી નિરીક્ષણના ભાગરૂપે કલેક્ટરે ખાટડી ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ રેકર્ડની તપાસ કરી હતી. તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામના પ્રશ્નો અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રશ્નોના સમયબદ્ધ અને યોગ્ય નિરાકરણ માટે તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપી હતી. તદુપરાંત, સાંગાણી ગામના આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, બાળકોને અપાતા પોષણ અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાંગાણી ગ્રામ પંચાયત કચેરી ખાતે કલેક્ટરે કરવેરા વસૂલાત, દબાણ હટાવવા, પાણી તથા રસ્તા સંબંધિત મુદ્દાઓની ગંભીરતાથી સમીક્ષા કરી ગ્રામીણ વિકાસના કામોને વેગ આપવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, સરકારી સેવાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ ચોટીલા પ્રાંત કચેરીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, કચેરીમાં આવતા દરેક નાગરિકના પ્રશ્નોનું પારદર્શક અને સમયસર નિરાકરણ લાવવું એ પ્રાથમિકતા હોવી જોઈએ. લોકપ્રશ્નોના નિકાલમાં બિનજરૂરી વિલંબ ટાળવા તેમણે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, કલેક્ટરે કચેરીના રેકોર્ડની સમીક્ષા કરી સરકારી યોજનાઓના લાભો નાગરિકોને ઝડપથી મળે તે દિશામાં સક્રિય પ્રયાસો કરવા ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    MLA ચૈતર વસાવાને ડેડિયાપાડા તાલુકામાં 30 એપ્રિલ સુધી પ્રવેશની અનુમતિ:આગામી ચૂંટણીને લઈને ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટનો નિર્ણય, ફરિયાદીનો સંપર્ક કરી શકશે નહીં
    Next Article
    Amid US Blockade, Iran Says It Has Banked First Proceeds From Hormuz Tolls

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment