Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLA ચૈતર વસાવાને ડેડિયાપાડા તાલુકામાં 30 એપ્રિલ સુધી પ્રવેશની અનુમતિ:આગામી ચૂંટણીને લઈને ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટનો નિર્ણય, ફરિયાદીનો સંપર્ક કરી શકશે નહીં

    10 hours ago

    AAPના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ મથકે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચૈતર વસાવાએ ચાર્જશીટ ફાઇલ થયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે તેમને 10 હજારના બોન્ડ પર શરતી સપ્ટેમ્બર, 2025માં શરતી જામીન આપ્યા હતા. હાઇકોર્ટે 30 એપ્રિલ સુધી ડેડીયાપાડામાં પ્રવેશ માટેની મંજૂરી આ જામીન પૈકી એક શરત હતી કે, તેઓ 1 વર્ષ સુધી ડેડીયાપાડા તાલુકામાં પ્રવેશ કરી શકશે નહીં. જોકે, તેઓ ધારાસભ્ય હોવાથી મતદાન અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ઇલેક્શન કેમ્પેઇન કરવા જરૂર હોવાથી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં ઉપરોક્ત શરતમાં રાહત માંગતી અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે તેમને 30 એપ્રિલ સુધી ડેડીયાપાડા તાલુકામાં પ્રવેશ માટેની મંજૂરી આપી છે. જોકે, તેઓ ફરિયાદીનો સંપર્ક કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ શરત કાઢી નાખવા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં અરજદારના વકીલે કહ્યું હતું કે, ડેડીયાપાડા અરજદારનું મતક્ષેત્ર છે અને વિરોધીઓ એમ જ ઇચ્છી રહ્યા છે કે, ચૈતર વસાવા ડેડિયાપાડાથી દૂર રહે. જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે, MLA એ પહેલા પોતાનું વર્તન જોવું જોઈએ. કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ ન થતા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી કેસની વિગતો જોતા ડેડીયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે ATVTની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા પરંતુ, કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ ન થતા ફરિયાદ મુજબ તેઓએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી. તેમજ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાને છુટ્ટી વસ્તુઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી. કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવ્યા નર્મદાની કોર્ટમાં ચૈતર વસાવા વતી રજૂઆત કરવામાં આવી હતી કે, પોતે શાસક પક્ષ ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્ય હોવાથી તેમની કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવે છે. તેમને પણ ફરિયાદી સામે ક્રોસ ફરિયાદ આપવા કોશિશ કરી હતી પરંતુ, તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. હત્યાના પ્રયાસ જેવો કોઈ ગુનો તેમને કર્યો નથી. અયોગ્ય વ્યક્તિઓને ATVT કમિટીમાં નિમણૂક આપવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. તેમની સામે જે 18 ગુના નોંધાયેલા હોવાની વાત કરવામાં આવે છે, તે મોટાભાગના રાજકીય અદાવતથી પ્રેરિત છે તેમજ કેસ પૂરા થઈ ચૂક્યા છે. ફરિયાદી ભાજપના સભ્ય છે. ધારાસભ્યએ ગુંડા જેવું વર્તન કરવું જોઈએ નહીં સરકારી વકીલે અગાઉ દલીલ કરી હતી કે, આરોપી ધારાસભ્ય હોવા છતાં કાયદાને માન આપતા નથી. તેમની સામે આ પૂર્વે 18 ગુના નોંધાયેલા છે. જેમાં લૂંટ, ધાડ, છેડતી, સરકારી ફરજમાં રૂકાવટ વગેરે જેવા ગુન્હાહોનો સમાવેશ થાય છે. જ્યારે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે, ત્યારે પોતે વિરોધી પાર્ટીના MLA હોવાનું જણાવીને છટકબારી ખોલી લે છે. લોકશાહીમાં બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે. ચૂંટાયેલા ધારાસભ્યએ ગુંડા જેવું વર્તન કરવું જોઈએ નહીં. BNS ની નવી કલમો મુજબ હત્યાની કોશિશમાં પીડિતાને ઈજા થયેલી હોવી જરૂરી નથી. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા જો ચૈતર વસાવાને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો Dysp કચેરી, કલેક્ટર કચેરી અને જેલ ઉપર હુમલાની ધમકી આપવામાં આવી હતી. ચૈતર વસાવાને અગાઉ પાસા અને તડીપારની સજાઓ થઈ ચૂકી છે. તેઓ પ્રોબેશન ઉપર છૂટ્યા હોવા છત્તા આવી વર્તણૂક અયોગ્ય છે. તેઓ એક ધારાસભ્ય હોવાથી સાહેદો અને પુરાવા સાથે ચેડા કરી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    West Bengal Election 2026 Live Updates: Five arrested after clash in Murshidabad’s Naoda
    Next Article
    સુરેન્દ્રનગર કલેક્ટરે ચોટીલાના ત્રણ ગામોની મુલાકાત લીધી:જી.એચ. સોલંકીએ પંચાયત, શાળા, આંગણવાડી તપાસી, લોકપ્રશ્નો સાંભળી અધિકારીઓને તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment