Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયના નિર્ણયોનો લાંબા ગાળે પ્રભાવ:અધિકારીઓએ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું જરૂરી – મુખ્ય સચિવ મનોજકુમાર દાસ

    3 days ago

    રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના હેતુથી સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) દ્વારા ગાંધીનગર ખાતે સચિવાલયના ઉપસચિવો માટે ત્રિ-દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ મનોજકુમાર દાસે કર્યું હતું. અનેક નિર્ણયો આજે પણ લાખો લોકોના જીવનને અસર કરે આ પ્રસંગે મુખ્ય સચિવ દાસે જણાવ્યું હતું કે, સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ સ્તરે લેવાયેલા નિર્ણયોનો પ્રભાવ વર્ષો સુધી નાગરિકોના જીવન પર રહે છે. અગાઉ લેવાયેલા અનેક નિર્ણયો આજે પણ લાખો લોકોના જીવનને અસર કરે છે, તેથી અધિકારીઓએ સચોટ, સંવેદનશીલ અને જવાબદાર નિર્ણય લેવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, આજના ઝડપી બદલાતા સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. આવા સમયમાં અધિકારીઓએ સતત શીખતા રહેવું અને આધુનિક ટેકનોલોજી સાથે પગલાં મિલાવવા અનિવાર્ય છે. સરકારી સેવા કોઈ ઉપકાર નથી પરંતુ ફરજ છે 23થી 25 એપ્રિલ દરમિયાન યોજાનાર આ તાલીમ “Enhancing Administrative Capacities and Leadership” વિષય પર આધારિત છે. તાલીમ દરમિયાન ગુડ ગવર્નન્સ, સાયબર સિક્યોરિટી, ડિજિટલ પડકારો, જાહેર નાણાકીય વ્યવસ્થાપન, પબ્લિક પ્રોક્યુરમેન્ટ, નીતિ નિર્ધારણ સહિતના વિષયો પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે. મુખ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારી સેવા કોઈ ઉપકાર નથી પરંતુ ફરજ છે. નાગરિકોને અનાવશ્યક દસ્તાવેજો આપવાની ફરજ ન પડે તે માટે પ્રક્રિયાઓ સરળ બનાવવી જોઈએ. ફિલ્ડ લેવલ અને સચિવાલયના અધિકારીઓ વચ્ચે સુમેળ વધારવાથી નિર્ણય વધુ અસરકારક બની શકે છે. મહત્વના ડિજિટલ સાધનોના ઉપયોગ અંગે વિશેષ સત્રો આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે, બદલાતા સમયમાં ડેટા આધારિત નિર્ણય લેવો જરૂરી છે. તાલીમમાં AI, સાયબર સિક્યોરિટી અને પીએમ ગતિશક્તિ જેવા મહત્વના ડિજિટલ સાધનોના ઉપયોગ અંગે વિશેષ સત્રો રાખવામાં આવ્યા છે. સ્પીપાના મહાનિદેશક હારિત શુક્લએ જણાવ્યું કે, આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય અધિકારીઓને આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યના પડકારો માટે સજ્જ કરવાનો છે. બઢતી માત્ર હોદ્દામાં ફેરફાર નહીં પરંતુ વધતી જવાબદારીનું પ્રતિબિંબ છે. સરકારી નહીં, અસરકારી બનવું જરૂરી છે પ્રસિદ્ધ વક્તા અને લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ અધિકારીઓને સંબોધતા કહ્યું કે, “સરકારી નહીં, અસરકારી બનવું જરૂરી છે.” તેમણે જીવનમાં સફળતા માટે ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચાર અને લક્ષ્ય પ્રત્યે એકાગ્રતા રાખવા પર ભાર મૂક્યો. સાથે જ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવાની પણ સલાહ આપી. તાલીમ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉપસચિવો સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે ભારતને નરકનો દ્વાર બતાવનારી પોસ્ટ શેર કરી:આરોપ- ભારતીયો અમેરિકામાં બાળકોને જન્મ આપીને નાગરિકતા મેળવે છે, પછી પરિવારને બોલાવે છે
    Next Article
    ચૂંટણી પહેલા જ વડોદરાને ભેટ:વડોદરા શહેરમાં પીએમ ઇ-બસનું આગમન, 7 બસ વડોદરા આવી; રવિવાર સુધીમાં 32 બસ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment