Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ:ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવી આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા: જિલ્લા ચૂંટણી અધિકારી

    4 days ago

    પાટણ જિલ્લામાં જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણી-2026ની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, પાટણ ખાતે નોડલ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી કે, મતદાન મથકોની 100 ટકા ભૌતિક ચકાસણી પૂર્ણ કરવી અને જરૂરી AMF (Assured Minimum Facilities) સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મતદાન મથકો પર વીજળી, પાણી, છાયા જેવી મૂળભૂત સુવિધાઓ સાથે પ્રાથમિક સારવાર કિટ અને આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દિવ્યાંગ મતદારો માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ મતદાન કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, Polled EVMના સુરક્ષિત સંગ્રહ માટે સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા, રિસીવિંગ-ડિસ્પેચિંગ તથા કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂંક અને તાલીમ અંગે ચર્ચા થઈ હતી. મતદાન સ્ટાફ માટે વાહનોની ઉપલબ્ધતા તેમજ ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીની યોગ્ય વ્યવસ્થા અંગે પણ સૂચનાઓ અપાઈ હતી. પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ કામગીરીમાં ચોકસાઈ જળવાઈ રહે તે અંગે ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું. પેટા વિભાગ પોલીસ અધિકારી (નાયબ પોલીસ અધિક્ષક) દ્વારા મતદાન મથકો માટે નો-મોબાઈલ પોલિસી અમલમાં મૂકવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવા, સંવેદનશીલ મથકો પર પોલીસ મોબાઈલ વાનની તૈનાતી કરવા તેમજ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં માતાના પડખેથી અપહ્યત માસૂમ 48 કલાકે MPથી મળી:જૂનો ફોટો લઈને ક્રાઈમ બ્રાન્ચની 5 ટીમોએ બે દિવસમાં ફિલ્મી ઢબે ‘ઓપરેશન મુસ્કાન' પાર પાડ્યું
    Next Article
    Not Madhubala, Nargis was Mughal-e-Azam’s original Anarkali; ‘jobless’ K Asif demanded Rs 1.5 cr to make film: ‘Films were made for Rs 3 lakh’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment