Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં માતાના પડખેથી અપહ્યત માસૂમ 48 કલાકે MPથી મળી:જૂનો ફોટો લઈને ક્રાઈમ બ્રાન્ચની 5 ટીમોએ બે દિવસમાં ફિલ્મી ઢબે ‘ઓપરેશન મુસ્કાન' પાર પાડ્યું

    4 days ago

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં માતા સાથે સૂતેલી 3 વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. જોકે, સુરત ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે પીછો કરી 48 કલાકના અવિરત ઓપરેશન બાદ બાળકીને મધ્યપ્રદેશના રતલામ પાસેના બાજના ગામથી સહી-સલામત શોધી કાઢી છે. પોલીસની સતર્કતાને કારણે એક માસૂમ ફરી પોતાની માતાના ખોળામાં પહોંચી છે. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં આરોપી ફરાર થઈ ગયો હતો. દીકરી માતા સાથે સૂતી હતી ને અજાણ્યો શખસ અપહરણ કરી ફરાર આ બનાવની વિગત મુજબ મૂળ દેવભૂમિ દ્વારકાના મીઠાપુરના દંપતી વચ્ચે ઝઘડો થતા માતા પોતાની સાડા ત્રણ વર્ષની દીકરીને લઈને સુરત આવી હતી. અહીં કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસે જાહેર શૌચાલયની બાજુમાં કડિયા કામ કરી ગુજરાન ચલાવતી માતા દીકરી સાથે રાત્રે સૂતી હતી. તારીખ 20-21ની મધરાત્રે કોઈ અજાણ્યો શખ્સ માતાની પડખેથી ફૂલ જેવી બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. મોડી રાત્રે જાગેલી માતાએ દીકરીને ન જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 70 જવાનોની 5 ટીમોને બાળકીની શોધખોળ માટે રવાના કરી ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન CCTVમાં જાણવા મળ્યું કે અપહરણકર્તા બાળકીને લઈને સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી તે ઈન્દોર જતી દૌન્ડ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હતો. ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક પી.આઈ. જે.જી. પટેલ, જે.એન. ગોસ્વામી અને સિંધા સહિત 70 જવાનોની 5 ટીમો બનાવી. ટ્રેનના રૂટ પર આવતા તમામ 10 મુખ્ય રેલવે સ્ટેશનો પર RPF અને GRPની મદદથી ફોટા શેર કરવામાં આવ્યા પરંતુ, શરૂઆતમાં કોઈ સફળતા મળી નહોતી. રતલામથી મળ્યું આરોપીનું લોકેશન ટીમોએ હિંમત હાર્યા વગર અલગ-અલગ સ્ટેશનો કવર કર્યા. PSI દેસાણીની ટીમને મહત્વની કડી મળી કે, આ શખસ રતલામ સ્ટેશને ઉતર્યો છે. સ્ટેશનની બહારના ખાનગી CCTV ચેક કરતા શંકાસ્પદ શખસ બાળકી સાથે એક થ્રી-વ્હીલ ટેમ્પોમાં બેસતો દેખાયો. પોલીસે તે ટેમ્પોવાળાને શોધી કાઢ્યો, જેણે જણાવ્યું કે તેણે આ શખ્સને 5 કિમી દૂર ઉતાર્યો હતો. ત્યાંથી આગળ વધતા જાણવા મળ્યું કે આરોપી રતલામથી 50 કિમી દૂર આવેલા ‘બાજના’ ગામ તરફ જતી બસમાં બેઠો છે. પોલીસ ટીમે સતત 48 કલાક સુધી ઊંઘ્યા વગર બસના નંબર ટ્રેસ કર્યા. આખરે તે બસના ડ્રાઈવરનો સંપર્ક થયો. ડ્રાઈવરે પુષ્ટિ કરી કે, વહેલી સવારે એક શખ્સ નાની બાળકી સાથે બાજના બસ સ્ટેશન પર ઉતર્યો હતો. પોલીસ એક પણ ક્ષણ બગાડ્યા વગર વહેલી સવારે 5:30 વાગ્યે બાજના ગામ પહોંચી ગઈ. ત્યાં સીસીટીવી કેમેરા નહોતા, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઘરે-ઘરે જઈને ફોટા બતાવવાનું શરૂ કર્યું. જાગૃત મહિલાની મદદથી માસૂમનો પત્તો લાગ્યો બાજનામાં તપાસ દરમિયાન એક શાકભાજી વેચતી મહિલાએ પોલીસને જણાવ્યું કે, ગઇકાલે એક અજાણ્યો માણસ બાળકીને અહીં મૂકીને જતો રહ્યો છે અને તે બાળકી અત્યારે એક સ્થાનિક બહેન પાસે છે. પોલીસ તરત જ ત્યાં પહોંચી. જોકે, પડકાર એ હતો કે પોલીસ પાસે બાળકીનો માત્ર દોઢ વર્ષની વયનો જૂનો ફોટો હતો. પરંતુ, તે બાળકીનો ચહેરો અને કપડાં ફૂટેજ સાથે મેળવતા ખાતરી થઈ કે આ એ જ અપહૃત બાળકી છે. માતા-પિતાને ફોટો બતાવતા જ તેમણે પોતાની દીકરીને ઓળખી કાઢી હતી. આરોપી હજી ફરાર, પોલીસની શોધખોળ ચાલુ બાળકી મળી ગઈ છે પરંતુ અપહરણકર્તા આરોપી પોલીસના આગમનની ભણક લાગતા જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી બાળકીને બાજના ગામમાં ત્યજીને ભાગી ગયો હોવાનું જણાય છે. ક્રાઈમ બ્રાંચની બીજી ટીમો હાલમાં પણ રતલામ જિલ્લાના જંગલો અને અંતરિયાળ વિસ્તારોમાં આરોપીને પકડવા માટે કોમ્બિંગ કરી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં જ આ પાષાણ હૃદયના માનવીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે. જો 10 મિનિટ મોડું થયું હોત તો… ડીસીપી રોઝિયાએ વધુમાં ઉમેર્યું કે, જો પોલીસ ટીમ રતલામથી બાજના પહોંચવામાં થોડી પણ મોડી પડી હોત, તો આ બાળકી કદાચ ક્યારેય તેની માતાને મળી શકી ન હોત. બાળકી એટલી નાની છે કે તે પોતાનું નામ કે સરનામું પણ બોલી શકતી નહોતી. સોશિયલ મીડિયાના યુગમાં પણ અંતરિયાળ ગામડાઓમાં માહિતી પહોંચતા સમય લાગે છે. આ સફળતા માત્ર પોલીસની 48 કલાકની સખત મહેનત અને જિજ્ઞાસાનું પરિણામ છે.
    Click here to Read More
    Previous Article
    કંપનીનો કર્મચારીઓએ કર્યો ઉગ્ર વિરોધ:ઈનાર્કો કંપનીના પ્લાન્ટ શિફ્ટિંગ મામલે કર્મચારીઓનો વિરોધ, સુવિધાઓ કાપતા આંદોલનની ચીમકી
    Next Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ:ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવી આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા: જિલ્લા ચૂંટણી અધિકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment