Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાન રિસીદમાં ઉમેદવારને બદલે અન્ય મહિલાની તસવીર!:નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે ભાંગરો વાટ્યો, પત્નીની તસવીર વપરાતાં સાજન ભરવાડે મોરચો માંડ્યો

    11 hours ago

    નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીની મોટી બેદરકારી સામે આવતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. ભાજપના સત્તાવાર ઉમેદવારની મતદાન રસીદમાં અન્ય મહિલાનો ફોટો છપાતા પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે. ટિકિટવાંચ્છુ સાજન ભરવાડે પત્નીની તસવીર છપાતા નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, સ્થાનિક સ્તરે ટિકિટમાં ગોલમાલ કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર વિવાદ શું છે ? વોર્ડ નંબર 13માં ભાજપ દ્વારા પ્રચાર માટે વહેંચવામાં આવેલી મતદાન રસીદમાં સત્તાવાર ઉમેદવાર માધવી શેઠના નામની સામે અન્ય મહિલા મીનલ ભરવાડનો ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો છે. મીનલ ભરવાડ પોતે આ બેઠક પરથી OBC કેટેગરીમાં ટિકિટના દાવેદાર હતા. પોતાની પત્નીના ફોટાનો ખોટી રીતે ઉપયોગ થતા જમાલપોરના પૂર્વ સરપંચ સાજન ભરવાડે પક્ષ સામે મોરચો માંડ્યો છે. "ભરવાડ સમાજના મતો મેળવવાનો પેંતરો" સાજન ભરવાડે આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમારા વોર્ડ નંબર 13માં માધવી કૃણાલ શેઠનું નામ છે, પણ સ્લિપમાં ફોટો મારી પત્નીનો છાપી દીધો છે. મારી પત્નીએ પણ OBC સીટ પર ઉમેદવારી કરી હતી. ગાંધીનગરથી જે નામો આવ્યા હતા, તે અહીં સુધી ન પહોંચતા બીજું નામ ગોઠવાઈ ગયું હોય તેવું અમને લાગે છે. આ સ્લિપ જોતા લાગે છે કે હજી પણ એ લોકોએ અમારા નામના ફોટાનો ઉપયોગ કરીને વોટ માંગવા પડે છે, આ શરમજનક વાત છે. તમે ભલે આખા ભારતમાં નરેન્દ્ર મોદીના નામે કે ફોટાથી વોટ માંગતા હોય, પણ અમારો પરિવાર એવો છે જેને આખું નવસારી ઓળખે છે. હું અહીં સરપંચ રહી ચૂક્યો છું. તો અમારા પરિવારનો ફોટો છાપીને વોટ માંગવાનું કામ શું? હું આ બાબતે બદનક્ષીનો દાવો પણ કરવાનો છું." માત્ર પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાનો ભાજપનો બચાવ આ વિવાદ અંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ કોઈ ઈરાદાપૂર્વક કરેલું કૃત્ય નથી. પરંતુ માત્ર એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જોકે, ભાજપના આ ખુલાસાથી નારાજ પરિવાર સંતુષ્ટ નથી. ચૂંટણી પર અસરની શક્યતા એક તરફ ભાજપ શિસ્ત અને હાઈટેક પ્રચારના દાવા કરે છે, ત્યારે બીજી તરફ પ્રચાર સામગ્રીમાં થયેલી આ ગંભીર ભૂલ વિરોધ પક્ષો માટે હથિયાર બની છે. વોર્ડ નંબર 13માં આ વિવાદને કારણે ભાજપની વોટબેંક અને પ્રતિષ્ઠા પર શું અસર પડશે તે પરિણામો જ સ્પષ્ટ કરશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદની શ્રી વિહળ વિદ્યાપીઠમાં પોક્સો એક્ટ સેમિનાર:વિદ્યાર્થીઓને કાયદાકીય અધિકારો અને સુરક્ષા વિશે માહિતગાર કરાયા
    Next Article
    થલાપતિના રડતા-બૂમો પાડત ચાહકોની ભીડ વોટમાં ફેરવાશે:ફેન ક્લબ પાર્ટી બની, લોકો બોલ્યા - જીવ પણ આપીશું; સ્ટાલિન કે BJP, કોને નુકસાન થશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment