Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની શ્રી વિહળ વિદ્યાપીઠમાં પોક્સો એક્ટ સેમિનાર:વિદ્યાર્થીઓને કાયદાકીય અધિકારો અને સુરક્ષા વિશે માહિતગાર કરાયા

    12 hours ago

    બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત શ્રી વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે 23 એપ્રિલ, 2026ના રોજ 'પોક્સો એક્ટ' (Prevention of Children from Sexual Offences) અંતર્ગત એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એચ.જે. બ્રહ્મભટ્ટ અને તેમની નિષ્ણાત ટીમ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળા મેનેજમેન્ટના સભ્ય અનિલભાઈ જાદવ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સેક્રેટરી એચ.જે. બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની વિવિધ જોગવાઈઓ વિશે સરળ ભાષામાં માહિતી આપી હતી. તેમણે બાળકોને તેમના કાયદાકીય અધિકારો સમજાવ્યા અને 'ગુડ ટચ' તથા 'બેડ ટચ' વચ્ચેનો તફાવત કેવી રીતે પારખવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બ્રહ્મભટ્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કોઈ અણછાજતી ઘટના બને તો ડર્યા વિના તેની રજૂઆત કેવી રીતે કરવી અને મદદ માટે કોનો સંપર્ક કરવો. તેમણે બાળકોની સુરક્ષાને સમગ્ર સમાજની નૈતિક જવાબદારી ગણાવી હતી. સેમિનારના અંતે શાળાના આચાર્ય યોગેશભાઈ મકવાણાએ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાયદાકીય જ્ઞાન મેળવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 852 અંક ઘટીને 77,664 પર બંધ:નિફ્ટી પણ 205 અંક નીચે, 24,173 પર આવ્યો; ઓટો અને સરકારી બેંકના શેરોમાં વેચવાલી
    Next Article
    મતદાન રિસીદમાં ઉમેદવારને બદલે અન્ય મહિલાની તસવીર!:નવસારી મનપાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે ભાંગરો વાટ્યો, પત્નીની તસવીર વપરાતાં સાજન ભરવાડે મોરચો માંડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment