Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ચૂંટણી, ફરિયાદો માટે કંટ્રોલ રૂમ શરૂ:એમ.પી. શાહ કોલેજ ખાતે કાર્યરત, આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાશે

    1 week ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આચારસંહિતાના ચુસ્ત પાલન અને નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 1 થી 5 અને વોર્ડ નં. 10 થી 13 માં ચૂંટણીલક્ષી આચારસંહિતાના ભંગની ઘટનાઓ કે ચૂંટણી સંબંધિત અન્ય કોઈપણ ફરિયાદો માટે નાગરિકો અને ઉમેદવારો આ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરી શકશે. આ કંટ્રોલ રૂમ સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો પોતાની ફરિયાદ કે રજૂઆત નોંધાવવા માટે ટેલિફોન નંબર 02752-299461 પર સંપર્ક કરી શકે છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ થાય તે હેતુથી, સંબંધિત વોર્ડના મતદારો, હરીફ ઉમેદવારો અને જાગૃત નાગરિકોને જરૂર જણાયે આ સુવિધાનો ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ પુસ્તક દિન:પુસ્તકો વાંચવાથી જ્ઞાન મળે છે અને જ્ઞાનથી જીવન જીવવાનો સાચો માર્ગ પ્રાપ્ત થાય છે: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:સુરેન્દ્રનગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment