Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે સભા સંબોધી:પેનલ તૂટવા પર હોદ્દો નહીં મળે, બમ્પર મતદાનની અપીલ

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. ગત રાત્રિએ વોર્ડ નંબર 2, 5 અને 10માં ચૂંટણી સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી બિપિન ઓઝ, પ્રેમલ દેસાઈ, પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા સહિતના અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 5, 6, 7, 8, 9, 2 અને 10ની ચૂંટણી સભાઓમાં મહામંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ તેમના દ્વારા કરાયેલા અને આગામી સમયમાં થનારા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત મતદારો સમક્ષ ઉમેદવારોની ઓળખ કરાવી હતી અને તેમને બમ્પર મતદાન કરીને ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મતદારોને સંબોધતા કોંગ્રેસના ચૂંટણી ચિન્હ 'પંજા' પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "પંજો હિંમતનગર, ગુજરાત અને દેશને પસંદ નથી." તેમણે વિરોધ પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યાં તેમને ઉમેદવાર મળતા નથી, ત્યાં બહારથી ઉમેદવારો લાવીને ઊભા રાખે છે અને પછી પૈસાથી ખરીદવાના કે ધાકધમકી આપવાના આરોપો લગાવે છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પરિણામો પછી ઈવીએમ પર દોષારોપણ કરવાની પણ તેમની તૈયારી હોય છે. વધુમાં, પ્રદેશ મહામંત્રીએ તમામ વોર્ડના ઉમેદવારોને મતદારો સમક્ષ જ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, "જીત્યા પછી આ જ વોર્ડના લોકોને જમાડજો અને પાંચ વર્ષ સુધી લોકોના કામ માટે ચારેય ઉમેદવારોનું સંયુક્ત જન સેવકનું જન સંપર્ક કાર્યાલય ખોલજો, જેના ઉદ્ઘાટનમાં અમે બધા આવીશું." તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ ઉમેદવારે વિરોધ પક્ષ સાથે અંદરખાને સેટિંગ કર્યું અને ચારમાંથી ત્રણ જીત્યા, એટલે કે પેનલ તૂટી, તો જીતેલા એક પણ ઉમેદવારને પાંચ વર્ષ સુધી કોઈ હોદ્દો આપવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શિસ્તની ચૂંટણી છે અને ભાજપ પ્રદેશ અશિસ્ત ક્યારેય ચલાવી લેશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:ખેડા જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ, તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:આણંદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment