Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળ-તમિલનાડુમાં મતદાન ચાલુ, લાંબી લાઈન જોવા મળી:ચેન્નઈમાં એક્ટર અજિત કુમારે મતદાન કર્યું; એક ઝલક માટે ભીડ બેકાબૂ, બૂથ પર અફરાતફરી

    14 hours ago

    પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વોટિંગ છે. બંગાળમાં ફર્સ્ટ ફેઝની 152 બેઠકો પર મત આપવામાં આવશે. તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર ચૂંટણી થશે. વોટિંગ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. બંગાળમાં TMC અને BJP વચ્ચે મુખ્ય મુકાબલો છે. અહીંના તમામ બૂથો પર વેબકાસ્ટિંગ (લાઈવ મોનિટરિંગ) થશે. રાજ્યની બાકીની 142 બેઠકો પર બીજા ફેઝમાં 29 એપ્રિલે વોટિંગ થશે. રિઝલ્ટ 4 મેના રોજ આવશે. તમિલનાડુમાં DMK+ કોંગ્રેસ અને AIADMK+ BJP વચ્ચે મુકાબલો છે. તમિલ એક્ટર થલાપતિ વિજયની નવી પાર્ટી TVK આ લડાઈને ત્રિપાંખિયો જંગ બનાવી રહી છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પર પણ પેટાચૂંટણી છે. આ બેઠક મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં નિધન બાદથી ખાલી છે. અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે વિરોધ પક્ષ 'મહા વિકાસ અઘાડી' (MVA) તરફથી કોઈ પણ ઉમેદવાર મેદાનમાં નથી. ચૂંટણી તૈયારી સાથે જોડાયેલી 2 તસવીરો… પશ્ચિમ બંગાળ: કુલ 6.80 કરોડ વોટર્સ, 5.23 લાખ પ્રથમ વખત મતદાન કરશે પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકો છે. જેમાં 210 જનરલ બેઠકો છે. જ્યારે 68 બેઠકો SC અને 10 બેઠકો ST માટે અનામત છે. રાજ્યમાં કુલ 6.8 કરોડ વોટર્સ છે. પાંચ લાખથી વધુ લોકો પ્રથમ વખત વોટ આપશે. તેમજ 3.79 લાખ વોટર્સ 85થી વધુ ઉંમરના છે. ફર્સ્ટ ફેઝમાં 16 જિલ્લાની 152 બેઠકો પર વોટિંગ થશે. 44,376 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ: 3 વખતથી મમતા બેનર્જી જ મુખ્યમંત્રી બંગાળમાં 14 વર્ષથી CM મમતા સામે BJP મુખ્ય પડકાર છે. 2026ની ચૂંટણીમાં TMC જીતશે તો મમતા બેનર્જી સતત ચોથી વખત મુખ્યમંત્રી બનશે. તેઓ આવું કરનાર દેશના પ્રથમ મહિલા બનશે. જયલલિતાના નામે 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. જોકે, તેઓ 1991થી 2016 સુધી અલગ-અલગ કાર્યકાળમાં (સતત નહીં) મુખ્યમંત્રી પદે રહ્યા હતા. મમતાએ 34 વર્ષનું લેફ્ટ શાસન ખતમ કર્યું, 15 વર્ષથી સત્તામાં તમિલનાડુ- 12.51 લાખ વોટર્સ પ્રથમ વખત વોટિંગ કરશે તમિલનાડુ- કોંગ્રેસ 60 વર્ષથી અહીં સત્તામાં આવી શકી નથી આઝાદી પછી લગભગ બે દાયકા સુધી અહીં કોંગ્રેસની સરકાર રહી. 1967ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ અને આ સાથે જ રાજ્યની રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો. 1967 પછીથી તમિલનાડુની રાજનીતિ મુખ્યત્વે AIADMK અને DMK વચ્ચે ફરતી રહી છે. હાલમાં તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનની આગેવાનીમાં DMKની સરકાર છે, જે 2021ની વિધાનસભા ચૂંટણી પછી સત્તામાં આવી. પાર્ટીએ કોંગ્રેસ, VCK અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. ભાજપે અનેક ચૂંટણીઓમાં AIADMK જેવા પક્ષો સાથે ગઠબંધન ચોક્કસ કર્યું, પરંતુ રાજ્યમાં તેની પોતાની સરકાર રહી નથી. 1967માં પ્રથમ વખત DMKએ કોંગ્રેસને હરાવી, દ્રવિડ વિચારધારા પર રાજનીતિ
    Click here to Read More
    Previous Article
    West Bengal Election 2026 Live Updates: North Bengal, Murshidabad head to polls in high-stakes first phase
    Next Article
    એક રાતના મેયર કહાની:ભદ્રના કિલ્લે લાઇટ આવી તો આખું અમદાવાદ જોવા ઉમટ્યું, રણછોડલાલનાં વિઝનથી રિવરફ્રન્ટ સુધી, AMCના ઇતિહાસનો રોચક વીડિયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment