Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર નેશલ હાઈવે પર અકસ્માત‎:બાઇક પાછળ બાઈક અથડાતાં વકીલનું મોત

    11 hours ago

    હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતાં બાઇક ચાલકે આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વકીલાતનો વ્યવસાય કરતાં 58 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી પોલીસને જાણ કર્યા વગર નાસી છૂટ્યો હતો, જેની સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દેસાસણના વતની અને વ્યવસાયે વકીલ એવા પ્રકાશકુમાર સોમાભાઈ પટેલ ગત તા.19-04-2026ના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં પોતાની બાઈક નં જીજે-09-સીજી-8459 લઈને હિંમતનગર ઓફિસે આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે નેશનલ હાઈવે પર મેડિસ્ટાર હોસ્પિટલથી આગળ ધનલક્ષ્મી સીડ્સ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી આવતાં બાઈક નં આરજે-12-પીએસ-6662ના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રકાશભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના પુત્ર સ્વપ્નીલભાઈ પટેલે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સાબરકાંઠા: 48 અપક્ષો વચ્ચે 21 ચૂંટણી ચિહ્નોની ફાળવણી
    Next Article
    તબીબની ગંભીર બેદરકારી:ફૂડ પોઈઝનિંગ બાદ હવે વિદ્યાર્થિનીને એક્સપાયરી ડેટનો બોટલ ચડાવ્યો, વિદ્યાર્થીઓએ તબીબને ઘેર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment