Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:ખરવા મોવાસા રસીકરણમાં રાજ્યમાં કચ્છ પ્રથમ

    9 hours ago

    કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુધનને ગંભીર રોગોથી સુરક્ષિત કરવાના હેતુ સાથે ‘ખરવા મોવાસા’ (FMD) રસીકરણની ખાસ ઝુંબેશની શરૂઆત 1 માર્ચથી કરવામાં આવી હતી છે. આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજે 9,85,900 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓનું રસી આપવાનું આયોજન છે. . આ ખાસ ઝુંબેશ 1લી માર્ચથી 15મી એપ્રિલ સુધી સતત દોઢ મહિનો ચાલવાની હતી, પરંતુ આ ડેડ લાઈનમાં કેન્ચાદ્લર સરકાર દ્શેવારા 15 દિવસનો વધારો કરીને હવે 30 એપ્રિલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કચ્છના 7 લાખ 33 હજાર 225 ગાય અને ભેંસને રસીકરણ સાથે રાજ્યમાં 75 ટકા કામગીરી સાથે પ્રથમ ક્રમે છે. જેમાં 6 મહિનાથી ઉપરની વયના તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. પશુપાલકોની સગવડતા માટે સરકારી પશુ દવાખાનાઓ ઉપરાંત ગામે-ગામ ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે 23 પશુ ચિકિત્સા અધિકારીઓ, 45 પશુધન નિરીક્ષકો અને 150 પેરાવેટ્સની ટીમ કાર્યરત કરવામાં આવી છે.રસીના જથ્થાને સુરક્ષિત રાખવા માટે તાલુકા કક્ષાએ કોલ્ડ ચેઈન જાળવવામાં આવી છે અને કોઈ પણ કટોકટી માટે વધારાનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. નાયબ પશુપાલન નિયામક ડૉ. આર. ડી. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. વિજયભાઈ દેસાઈએ જિલ્લાના તમામ પશુપાલકોને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાના પશુધનને આ રસી અપાવી ખરવા મોવાસા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ અપાવે. જો કોઈ પશુ બીમારી કે અન્ય કારણોસર રસીથી વંચિત રહી જાય, તો તેનો રેકોર્ડ રાખીને પાછળથી અચૂક રસીકરણ કરવામાં આવશે. પશુઓ માટે કેમ જરૂરી છે ખરવા-મોવાસાની વેક્સિન પશુઓમાં જોવા મળતો ખરવા-મોવાસાએ એક અત્યંત ચેપી વિષાણુજન્ય રોગ છે, જે પશુધનને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવાની સાથે પશુપાલકોને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે. આ રોગ સામે સમયસર રસીકરણ કરાવવાથી પશુઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેળવાય છે, જે તેમને જીવલેણ સંક્રમણથી સુરક્ષિત રાખે છે. રસીકરણનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખે છે, કારણ કે આ રોગના પ્રકોપથી દૂધમાં 5% થી 50% સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, રસીકરણથી પશુઓમાં ગર્ભપાત અને વંધ્યત્વ જેવી પ્રજનન સમસ્યાઓ અટકે છે અને બીમાર પશુઓના મોંઘા નિદાન તેમજ સારવારના ખર્ચમાં પણ મોટી બચત થાય છે. જો ગામના તમામ પશુઓને રસી અપાયેલી હોય, તો આખા વિસ્તારમાં રોગચાળાને ફેલાતો અટકાવી શકાય છે. આથી, પશુપાલકોએ આર્થિક સ્થિરતા અને પશુધનની તંદુરસ્તી માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા મફત અભિયાનનો લાભ લઈ દર છ મહિને આ રસી અચૂક અપાવવી જોઈએ. ખરવા-મોવાસા એટલે શું
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Points Table Today: LSG vs RR Update Orange & Purple Cap, Runs and Wickets List
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાપી જિલ્લાનું સુકાન કોને? એ નક્કી કરશે 5.70 લાખ મતદારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment