Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:રાણા બોરડી ગામે ચૂંટણીની આચારસંહિતા ભંગની ફરિયાદમાં તલાટીમંત્રીને નોટિસ

    9 hours ago

    પોરબંદરના રાણા બોરડી ગામે ભૂતપૂર્વ તલાટીમંત્રી સામે ગેરકાયદેસર ગ્રામ પંચાયત પ્રવેશ કરવા બદલ ચૂંટણીની આચાર-સહિતા ભંગની ફરિયાદ થઈ હતી જે બાબતે પોરબંદર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ તલાટીમંત્રીને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. પોરબંદર તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી આશિષભાઈ અમલાણી સામે ફોજદારી કેસ દાખલ કરીને સસ્પેન્ડ કરવા સહિત, ચૂંટણી આચાર-સંહિતા દરમિયાન ગેરકાયદેસર રીતે પોતાના ફરજ વિસ્તાર છોડી દેવા અને શિસ્તનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા તથા તપાસ કરવા ચૂંટણીપંચ ગાંધીનગર તેમજ ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ લેખિત ફરિયાદ બાબતે તલાટીમંત્રીને નોટીસ આપવામાં આવી છે. પોરબંદર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. ઘટનાને લઇ ભારે ચર્ચા જાગી છે. ચૂંટણીમાં અધિકારી સામે આચાર-સંહિતા ભંગની પ્રથમ ફરિયાદ સામાન્ય રીતે ચૂંટણી દરમ્યાન એકબીજા પક્ષ અને ઉમેદવારો આચાર-સંહિતા ભંગની ફરિયાદ કરતા હોય છે ત્યારે આ ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં તલાટીમંત્રી સામે આચાર-સંહિતા ભંગની પ્રથમ ફરિયાદ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    અનોખો રાજકીય ઇતિહાસ:29 વર્ષથી પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપનો‎અજય ગઢ, કોંગ્રેસ માત્ર વિરોધપક્ષમાં જ રહી‎
    Next Article
    IPL 2026 Points Table Today: LSG vs RR Update Orange & Purple Cap, Runs and Wickets List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment