Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના વ્હોરવાડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ:સ્થાનિકો ગંદકી અને પાણીની સમસ્યાથી પરેશાન

    9 hours ago

    ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા વ્હોરવાડ વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવથી પરેશાન છે. છેલ્લા ઘણા સમયથી અહીંના રહીશો પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં પાણી માત્ર 10 થી 15 મિનિટ માટે જ આવે છે. ઘણીવાર પાણી આવવાના સમયે વીજળી ગુલ થઈ જતી હોવાથી પાણી ભરી શકાતું નથી. પીવાના પાણી માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રહીશોનો આક્ષેપ છે કે પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળી જાય છે, જેના કારણે રોગચાળો ફેલાવવાનો ભય છે. વિસ્તારમાં ગટરો અને નાળાઓ કચરાથી ભરાઈ ગયા છે. નગરપાલિકા દ્વારા દર શનિવારે સફાઈ માટે ટ્રેક્ટર અને કર્મચારીઓ મોકલવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં સફાઈ થતી નથી. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે. બિનવારસી પાર્ક કરેલા વાહનો નીચે રખડતા શ્વાનોનો જમાવડો રહે છે, જેના કારણે બાળકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ બોટાદમાં જાહેર સભા સંબોધી:રીંગ રોડ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના કામ ઝડપી બનશે
    Next Article
    LSG vs RR LIVE Score, IPL 2026: Rs 27 Crore Stars Flops, LSG 3 Down In Chase vs Rajasthan Royals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment