Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 'આપ'ના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો:ગોપાલ રાયે માર્ગદર્શન આપ્યું, વોર્ડ ૮ માં કાર્યાલય ઉદ્ઘાટન

    11 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) એ પ્રચાર અભિયાન તેજ કર્યું છે. ગુજરાત પ્રભારી ગોપાલ રાયે સુરેન્દ્રનગરની મુલાકાત લઈ ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ, વોર્ડ નંબર ૮ ના AAP ઉમેદવારોએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ગોપાલ રાયે કાર્યકરો અને ઉમેદવારોમાં નવો જોશ ભર્યો હતો. તેમણે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને લોકોની સેવા કરવા માટે કટિબદ્ધ બનવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. વોર્ડ નંબર ૮ ના આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોએ સક્રિયપણે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે પોપટપરા ખાતે પોતાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રચારના શ્રીગણેશ કરતા પહેલા ઉમેદવારોએ મેલડી માતાજીના આશીર્વાદ લીધા હતા. સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. AAP દ્વારા શરૂ કરાયેલો આ પ્રચાર આગામી દિવસોમાં અન્ય પક્ષો માટે પડકારરૂપ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના યુવાનની હત્યા, 6 સામે ફરિયાદ:હોથલ ફાયનાન્સના શિવમ રબારી સહિત આરોપીઓ પોલીસની પકડમાં
    Next Article
    नहीं मिलेगा लाखों को मतदान का मौक़ा, कहाँ गया मतदाता के वोट का अधिकार?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment