Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકીને પોલીસ શોધતી હતી'ને ઝાડીમાંથી રડવાનો અવાજ આવ્યો:રાજકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરે તે પહેલા જ આરોપી ઝડપાયો, ફોનમાંથી પોર્ન સાઈટની હિસ્ટ્રી મળી

    11 hours ago

    રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં પરિવાર સાથે રહેતી 6 વર્ષીય બાળકીનું અપહરણ થયા બાદ પોલીસે તાત્કાલીક એકશન લેતા દુષ્કર્મ થતા અટક્યું. ઘર પાસે રમી રહેલી બાળકીને આઈસક્રીમ લઈ દેવાની લાલચ આપી આરોપી ઉઠાવી ગયો અને ચાલીને 2 કિમી દૂર લઈ ગયો. માસૂમને ઝાડીમાં લઈ જઈ આરોપી કુકર્મ આચરવાનો પ્રયાસ કરી રહ્યો'તો ત્યારે જ શોધખોળ કરી રહેલી પોલીસને બાળકીનો રડવાનો અવાજ આવતા આરોપી ઝડપાઈ ગયો. આરોપીના ફોનની તલાશી લેવાતા પોર્ન સાઈટ સર્ચ થયાની હિસ્ટ્રી પણ મળી આવી છે. આઈસક્રીમની લાલચ આપી 6 વર્ષીય સગીરાનું અપહરણ રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં રહેતા પરિવારની 6 વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે વિક્રમ સુખદેવ ગૌર (36)નામનો શખસ આઈસક્રીમ લઈ દેવાનું કહી બાળકીને સાથે લઈ ગયો. ઘર પાસે માસૂમ ન દેખાતા માતાપિતાની ચિંતા વધી અને તુરંત 112ને જાણ કરી. ઘટનાની ગંભીરતાને જોતા 112ની ટીમે તુરંત જ GIDC પોલીસને જાણ કરી. જેથી પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી CCTVની તલાશી શરૂ કરતા વિક્રમ માસૂમ બાળકીને લઈ ખીરસા તરફના રસ્તે ગયો હોવાનું જાણવા મળ્યું. સૂમસામ રસ્તા પર તપાસ કરતી પોલીસને બાળકીનો રડવાનો અવાજ આવ્યો માસૂમ બાળકીના અપહરણ બાદ પરિવાર અને પોલીસને કંઈક અજુગત બનવાની ચિંતા સતાવી રહી હતી. પોલીસકર્મીઓ જ્યારે ખીરસરા તરફના રસ્તા પર શોધખોળ કરી રહ્યા હતા ત્યારે જ ઝાડીમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા પોલીસે રસ્તાથી નીચે ઉતરી ઝાડીમાં તપાસ કરી તો બાળકી અને આરોપી મળી આવ્યા. પોલીસ જ્યારે પહોંચી ત્યારે બાળકીના શરીર પર એકેય કપડા નહોતા. જ્યારે આરોપી વિક્રમ અર્ધનગ્ન હાલતમાં હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ કોઈ દુષ્કર્મ ન કર્યાનું સામે આવ્યું છે. જો કે, તેમ છતાં પોલીસે બાળકી અને આરોપીનું મેડિકલ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન સાઈટની સર્ફિંગ હિસ્ટ્રી મળી વિક્રમ ગૌરને પણ ત્રણ વર્ષની દીકરી છે. તેના મોબાઈલ ફોનની હિસ્ટ્રી ચેક કરતા પોર્ન સાઈડ સર્ફ થયાનું ખૂલ્યું છે. અગાઉ ત્રણ વર્ષ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં મજૂરી કામ કરી ચુક્યો છે આ પછી પોતાના વતન ગયો હતો અને હવે છેલ્લ બે મહિના પહેલા ફરી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મજૂરી કામકાજ અર્થે આવી મેટોડામાં આવ્યો હતો. જો કે હાલમાં તે કોઈ કામ ન કરતો હોવાનું અને કામકાજની શોધમાં હોવાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં રટણ કરી રહ્યો છે. હાલ મેટોડા પોલીસે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જલેશ્વર મહાદેવ મંદિરે 1100 કમળ અર્પણ કરાયા:સુદર્શન ચક્રની પ્રાપ્તિ અને સુખ-શાંતિની માન્યતા
    Next Article
    લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસે કમળેજમાંથી શખ્સને ઝડપ્યો:રોયલ સ્ટેગની નકલી બોટલો ફોડી પુરાવાનો નાશ કર્યો હોવાનો પર્દાફાશ, 4 દિવસના રિમાન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment