Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈ પ્રોફાઇલ પોલો ક્લબની ચૂંટણી:બે પેનલ વચ્ચે સત્તા મેળવવા માટે રસાકસી, 1034 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

    1 day ago

    સંસ્કારી નગરી વડોદરાની અતિ પ્રતિષ્ઠિત અને હાઈપ્રોફાઈલ ગણાતી પોલો ક્લબની મેનેજિંગ કમિટીની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ઉત્સાહ અને રસાકસી વચ્ચે પૂર્ણ થઈ છે. ક્લબના વહીવટ અને વર્ચસ્વને મેળવવા માટે આ વખતે ડેમોક્રેસી જૂથ અને એસીઈ (ACE) જૂથ સામસામે આવી ગયા છે, જેના કારણે સમગ્ર ચૂંટણી જંગ હાઈ વૉલ્ટેજ બની ગયો હતો. બે પેનલ દ્વારા સત્તા મેળવવા રસાકસી બંને પેનલો દ્વારા સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. આજે સવારે કલાકે નિર્ધારિત સમય મુજબ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જેમાં હાઈપ્રોફાઈલ મતદારો અને શહેરના અગ્રણી નાગરિકો લાઈનોમાં ઉભા રહીને મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. બપોરે બે કલાકે મતદાન પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી હતી, જ્યાં સુધી મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. 2076માંથી 1034 મતદારોએ મત આપ્યા આ રસપ્રદ ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, ક્લબના કુલ 2076 માન્ય મતદારો પૈકી 1334 જેટલા ઉત્સાહી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્લબના અંદાજે 3200થી વધુ સભ્યો ઉમેદવારોના ભાવી નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે, જેમાંથી માન્ય મતદારોએ આજે પોતાના મનપસંદ પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદાન કર્યું હતું. એક મતદારે 9 મત નાખ્યા આ ચૂંટણીમાં પ્રત્યેક મતદારને કુલ 9 મત આપવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો હતો, જેનાથી તેઓ પોતાની પસંદગીની પેનલ કે ઉમેદવારોને મજબૂત ટેકો આપી શકે. આ ચૂંટણી જંગમાં બંને જૂથો તરફથી કુલ 18 જેટલા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં નસીબ અજમાવી રહ્યા છે, જેમનું ભાવી હવે મતપેટીઓમાં સીલ થઈ ચૂક્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્લબ પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ તમામ બેલેટ બોક્સને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. આજે જ બપોર બાદ સાંજના સમયે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ મોડી સાંજ સુધીમાં સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    All about ‘Monsoon Forecaster’, the bird that signals arrival of rain
    Next Article
    જેતપર ખેડૂત આંદોલન, સરકારના સંવાદના આમંત્રણને ખેડૂતોનો ઇનકાર:6 માંગણીઓ પર લેખિત ખાતરી મળ્યા બાદ જ ચર્ચાની ખેડૂતોએ શરત મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment