Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષોથી નાસતા બે રીઢા આરોપીઓ ઝડપાયા.:​જુનાગઢ  પોલીસે જુગાર અને અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા બે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાયા.

    4 days ago

    જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડાની સૂચના મુજબ, લાંબા સમયથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે ખાસ "સ્પેશિયલ ડ્રાઇવ" શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમોએ બે સફળ ઓપરેશન હાથ ધરીને વર્ષોથી વોન્ટેડ એવા બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે તમામ પોલીસ સ્ટેશનોને મળેલી કડક સૂચનાના અમલીકરણ માટે બી-ડિવિઝન પોલીસની ટીમ સતત કાર્યરત હતી. પોલીસ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વર્ષ 2023 થી જુગારના ગુનામાં વોન્ટેડ એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે.​આરોપી એહમદ અનિશભાઈ મારફતીયા જૂનાગઢના તળાવ દરવાજા પાસે ઊભો હોવાની માહિતી મળતા જ પોલીસે ઓપરેશન પાર પાડી 37 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. આ આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસથી બચવા ગુપ્ત રીતે વસવાટ કરતો હતો. હાલ તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, જૂનાગઢ પોલીસની ટીમે ગાંધીનગર સુધી લંબાઈને એક જટિલ ઓપરેશન સફળ બનાવ્યું છે. બાંટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનાનો આરોપી છેલ્લા ૪ વર્ષથી ફરાર હતો. આ આરોપી વિરુદ્ધ અદાલતે સી.આર.પી.સી. કલમ-70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું.ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રાજકુમાર ભાણજીભાઈ પારધી (રહે. બુરી ગામ, તા. માણાવદર) હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઈડીસી પાસે આવેલા એક કારખાનામાં મજૂરી કરીને છુપાયો છે. પોલીસે તાત્કાલિક દહેગામ પહોંચી દરોડો પાડ્યો હતો અને આરોપીને ભોગ બનનાર સાથે હસ્તગત કર્યો હતો. હાલમાં આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવી છે. ​ જૂનાગઢ પોલીસની આ ડબલ સફળતાએ ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસ વડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે અને કોઈ પણ નાસતો-ફરતો આરોપી બચી શકશે નહીં. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ડીસામાં 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો:પાંચ આરોપી ઝડપાયા, રૂ. 30 લાખનો મુદ્દામાલ રિકવર
    Next Article
    Karnataka plans to make HAL Airport a $20 billion global aerospace hub by 2036

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment