Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીસામાં 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો:પાંચ આરોપી ઝડપાયા, રૂ. 30 લાખનો મુદ્દામાલ રિકવર

    4 days ago

    બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે થયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંચ આરોપીઓની અટકાયત કરી છે અને લૂંટાયેલો રૂ. 30 લાખ 36 હજાર 529નો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના ડીસા-ધાનેરા હાઈવે પર આવેલા ટેટોડા ગામ નજીક બની હતી. અમદાવાદની એક ચાંદીની હોલસેલ દુકાનના કર્મચારીઓ ગાડીમાં આશરે 13 કિલો 326 ગ્રામ ચાંદી લઈને આવી રહ્યા હતા. તે સમયે અન્ય ગાડીમાં આવેલા લૂંટારુઓએ તેમની ગાડી રોકી હતી. લૂંટારુઓએ ગાડીમાંથી 13 કિલો 326 ગ્રામ ચાંદી અને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની લૂંટ ચલાવી હતી. તેમણે કર્મચારીઓને લાકડીઓ સહિતના હથિયારોથી લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ 112 નંબર પર અને LCB અધિકારીઓને કરવામાં આવી હતી. માહિતી મળતા જ LCB દ્વારા તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી ગોઠવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે લૂંટમાં વપરાયેલી અલ્ટો ગાડીને ઓળખી કાઢવામાં આવી અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. લગભગ એક-બે કલાકની અંદર જ LCB ટીમે ડીસા રૂરલની હદમાં લૂંટારુઓની ગાડીને પ્રાઈવેટ ગાડી વડે બ્લોક કરી હતી. લૂંટારુઓએ પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને રોકી ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. આ લૂંટમાં મેક્સિમમ એન્ટરપ્રાઈઝિસ નામની દુકાનનો પૂર્વ કર્મચારી ભરત રબારી પણ સામેલ હતો, જેણે 15 દિવસ પહેલા જ નોકરી છોડી હતી અને આરોપીઓને ચાંદી લઈ જવાની માહિતી આપી હતી. તેને પણ પકડી પાડવામાં આવ્યો છે. લૂંટમાં સામેલ અન્ય ચાર મુખ્ય આરોપીઓમાં સકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, દિલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ લૂંટનું સંકલન કરનાર દેવા રબારી નામનો એક આરોપી હાલ વોન્ટેડ છે. પોલીસે લૂંટાયેલી 13 કિલો 326 ગ્રામ ચાંદી સહિતનો તમામ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. LCB ની ત્વરિત અને કુશળ કાર્યવાહીને કારણે આ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલી શકાયો.
    Click here to Read More
    Previous Article
    અડાજણમાં એકના એક 19 વર્ષીય પુત્રનું અકસ્માતમાં મોત:કોલેજ ફંક્શનથી પરત ફરતા સમયે બાઈક સ્લિપ થયું, જેસલ મેસુરિયાના નિધન બાદ પરિવારે ચક્ષુદાન કર્યું
    Next Article
    વર્ષોથી નાસતા બે રીઢા આરોપીઓ ઝડપાયા.:​જુનાગઢ  પોલીસે જુગાર અને અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા બે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલાયા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment