Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત:લગ્નની તારીખના દિવસે જ ગળેફાંસો ખાધો, મેરેજના બે મહિના પૂર્ણ થયા'તા; કેજરીવાલ પરિવાર યાર્ન સહિતના વ્યવસાય સાથે સંકળાયેલો

    4 days ago

    સુરતના સુભાષનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી લીધો છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. નવાઈની વાત એ છે કે, આજે જ ખ્યાતિના લગ્નને બરાબર બે મહિના પૂર્ણ થયા હતા અને તે જ દિવસે તેણે મોતને વ્હાલું કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આપઘાતનું કારણ અકબંધ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સધ્ધર છે. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, અકસ્માતે મોતનો ગુનો નોંધાયો સુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય ખ્યાતિ અભિષેક કેજરીવાલ નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ઓફિસનો સ્ટાફ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ‘પરિવારે બીજી ચાવી વડે રૂમ ખોલ્યો, તો સામે દુપટ્ટા વડે ગળેફાંસો હાલતમાં હતી’ એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, લગ્નને હજુ બે મહિના જ થયા હતા અને ખ્યાતિએ પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, જમ્યા બાદ આરામ કરવા માટે તે પોતાના બેડરૂમમાં ગઈ હતી. સામાન્ય રીતે તે સાંજે રૂમની બહાર આવી જતી હોય છે, પરંતુ મોડે સુધી બહાર નહીં આવતા પરિવારે તેના પતિને ફોન કરીને જાણ કરી હતી કે તે હજુ સુધી બહાર આવી નથી. ત્યારબાદ પરિવારના સભ્યોએ બીજી ચાવી વડે રૂમ ખોલ્યો ત્યારે ખ્યાતિએ પોતાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાયું હતું. સુરતનો આ કેજરીવાલ પરિવાર હાર્મની યાર્ન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે.
    Click here to Read More
    Previous Article
    જર્મન એરલાઇન લુફ્થાન્સાએ 20 હજાર ફ્લાઇટ્સ રદ કરી:ઈરાન યુદ્ધથી ઈંધણ મોંઘું; યુરોપમાં માત્ર 6 અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી
    Next Article
    Patan Election Campaign News | બાલીસણા ગામમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કિરીટ પટેલનું વિવાદિત નિવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment