Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુનાગઢના સિંહો ગિરનારીના ભરોસે ?:સિંહ દર્શનના નામે પજવણીનો 'મેળો', વન વિભાગે હાથ ઊંચા કરતા સિંહ પ્રેમીઓમાં રોષ,"દરેક સિંહનું મોનિટરિંગ શક્ય નથી": વન અધિકારીની કબૂલાત બાદ ગિરનારના સિંહો રામભરોસે.

    2 days ago

    ​જૂનાગઢના ગિરનાર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ તેની સાથે જ સિંહોની પજવણીના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બિલખા રોડ અને ભવનાથ ક્ષેત્રમાં સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચઢતા હોય છે. સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા વીડિયો વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહ્યા છે. એક તરફ વન વિભાગ સંખ્યા વધારાનો જશ લઈ રહ્યું છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર સિંહોની સુરક્ષા રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ​વન અધિકારીની ચોંકાવનારી કબૂલાત ​તાજેતરમાં વન વિભાગના અધિકારી (DCF) અક્ષય જોશીએ મીડિયા સમક્ષ વાત કરતા એક એવી કબૂલાત કરી છે જેણે વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. તેમણે સ્વીકાર્યું હતું કે, "દરરોજ રાત્રે અમારી એક ટીમ પેટ્રોલિંગ કરે છે અને પજવણી ન થાય તેનું ધ્યાન રાખે છે, પરંતુ આ સંભવ નથી કે દરેક સિંહનું મોનિટરિંગ અમે એ રીતે કરી શકીએ." અધિકારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સિંહોની સુરક્ષા માટે વન વિભાગ પાસે પૂરતું સંસાધન કે આયોજન નથી. એટલું જ નહીં વન વિભાગ ના અધિકારીએ તો એ પણ કહ્યું કે જ્યારે જાગૃત નાગરિક કોલ કરે છે ત્યારે વન વિભાગના અધિકારી સ્થળ પર પહોંચે છે સિંહનું રેસ્ક્યુ કરે છે અને સલામત સ્થળે ખસેડે છે. ​બિલખા રોડ પર 'ગેરકાયદે સિંહ દર્શન'નો ખેલ ? ​સિંહ પ્રેમી જયદીપ ઓડેદરાએ વન વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, જૂનાગઢના બિલખા રોડ પર આવેલા ધરનગર ગેટથી ખડીયા સુધીનો વિસ્તાર સિંહોનો મુખ્ય કોરિડોર છે. રાત્રિના સમયે અહીં જાણે મેળો ભરાયો હોય તેટલી ભીડ જોવા મળે છે. આરોપ છે કે અહીં એક સુનિયોજિત સિસ્ટમ દ્વારા લોકોને ગેરકાયદે સિંહ દર્શન કરાવવામાં આવે છે. વન વિભાગની મિલીભગત હોય કે બેદરકારી, પણ અહીં સિંહોની પજવણી સામાન્ય બની ગઈ છે. જો આ પજવણીના કારણે કોઈ સિંહ માણસ પર હુમલો કરે, તો સિંહને આજીવન કેદ માટે એનિમલ કેર સેન્ટરમાં જવાનો વારો આવે છે, જે અન્યાયી છે. ​સંખ્યામાં 19 ગણો વધારો છતાં વ્યવસ્થા શૂન્ય ​વન વિભાગના આંકડા મુજબ, વર્ષ 1990માં ગિરનાર વિસ્તારમાં માત્ર 4 સિંહો હતા, જે 2025ની ગણતરી મુજબ વધીને 54 થયા છે. સંખ્યામાં આ 19 ગણો વધારો ગર્વની વાત છે, પરંતુ તેની સામે સુરક્ષાના પગલાં ઠીંગણા સાબિત થઈ રહ્યા છે. ભવનાથ જેવા પ્રવાસન ક્ષેત્રમાં પણ રજાના દિવસે હજારોની ભીડ વચ્ચે સિંહો રોડ પર આવી જાય છે. થોડા સમય પહેલા જ પાંચ નાકા પુલ પાસે સિંહ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કાર સાથે અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. ​સ્થાનિક સિંહ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે બિલખા રોડ અને ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.સવાર અને સાંજના સમયે જ્યારે સિંહોની મૂવમેન્ટ વધુ હોય ત્યારે અનુભવી સ્ટાફ તૈનાત કરવામાં આવે. ​પજવણી કરનારા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.માત્ર આંકડાકીય માયાવી જાળ ફેલાવવાને બદલે સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં તેમની શાંતિ જળવાય તેવા પ્રયાસો થાય. ત્યારે વન વિભાગના અધિકારીએ અક્ષય જોશીએ કબુલ્યુ કે કે દરેક સિંહનું મોનેટરીંગ કરવું શક્ય નથી અને જ્યારે જ્યારે જાગૃત નાગરિક કે સિંહ પ્રેમી સિંહનો મામલે કોલ કરે છે. ત્યારે વન વિભાગ નો સ્ટાફ સ્થળ પર પહોંચે છે જેનો મતલબ થાય છે કે વન વિભાગને ખ્યાલ જ નથી હોતો કે સિંહો કયા અવરજવર કરી રહ્યા છે. ​હાલ તો વન વિભાગ 'સબ સલામત'ના દાવા કરી રહ્યું છે, પણ અધિકારીની 'મોનિટરિંગ શક્ય નથી' વાળી કબૂલાતે સિંહોની સુરક્ષા સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. શું વન વિભાગ જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે ?
    Click here to Read More
    Previous Article
    ગોધરાના રગડિયા પ્લોટમાં ૩ દિવસથી લો-વોલ્ટેજ:રહીશો પરેશાન, વીજ કેબલમાં આગ લાગી, કાયમી ઉકેલની માગ
    Next Article
    Opinion: Opinion | Why The US State Secretary Is Saying That The Dollar Is Finished

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment