Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના રગડિયા પ્લોટમાં ૩ દિવસથી લો-વોલ્ટેજ:રહીશો પરેશાન, વીજ કેબલમાં આગ લાગી, કાયમી ઉકેલની માગ

    15 hours ago

    ગોધરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજળીની સમસ્યા સર્જાઈ છે. શહેરના રગડિયા પ્લોટ અને હુદા મસ્જિદ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લો-વોલ્ટેજની ગંભીર સમસ્યાથી રહીશો પરેશાન છે. આના કારણે ઘરના ઉપકરણો કામ કરતા બંધ થઈ ગયા છે. ભર ઉનાળે તાપમાન ઊંચું હોવાથી પંખા અને કુલર ન ચાલતા વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓની હાલત કફોડી બની છે. સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે લોડ વધવા અથવા ટેકનિકલ ખામીને કારણે વીજ કેબલોમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ MGVCLની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મોડી રાત્રે વીજ કેબલ બદલવાની તેમજ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર ઉનાળામાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તેઓ કામચલાઉ રિપેરિંગને બદલે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. જો વહેલી તકે વીજ ક્ષમતા વધારવામાં નહીં આવે અથવા નવું ટ્રાન્સફોર્મર મૂકવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં લોકોમાં રોષ ફાટી નીકળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ઉદ્યોગપતિ પરિવારની પુત્રવધૂનો આપઘાત:લગ્નની તારીખના દિવસે જ ગળેફાંસો ખાધો, મેરેજના બે મહિના પૂર્ણ થયા'તા
    Next Article
    જુનાગઢના સિંહો ગિરનારીના ભરોસે ?:સિંહ દર્શનના નામે પજવણીનો 'મેળો', વન વિભાગે હાથ ઊંચા કરતા સિંહ પ્રેમીઓમાં રોષ,"દરેક સિંહનું મોનિટરિંગ શક્ય નથી": વન અધિકારીની કબૂલાત બાદ ગિરનારના સિંહો રામભરોસે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment