Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં હનીટ્રેપ ટોળકી ઝડપાઈ, જીવનસાથી એપથી ફસાવતા:પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવીથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

    12 hours ago

    પાટણ પોલીસે રણુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી ઉઘરાવતી હતી. પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરવા એકઠા થયા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણજી કનુજી માધાજી ઠાકોર (રહે. ખિમિયાણા, પાટણ), દિનેશભાઇ હિરાભાઇ મેવાભાઇ રબારી (રહે. લેલાવા, બનાસકાંઠા) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી મુજબ, ટોળકીની એક મહિલા સભ્ય 'જીવનસાથી' એપ પર ખોટા નામથી ફેક એકાઉન્ટ બનાવી લગ્ન કરવા ઈચ્છુક પુરુષોનો સંપર્ક કરતી હતી. ત્યારબાદ મહિલા તેને કોઈ અંતરિયાળ વિસ્તારમાં મળવા બોલાવતી હતી. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ ત્યાં પહોંચે ત્યારે અન્ય આરોપીઓ ત્યાં આવી પોતે મહિલાના ભાઈ હોવાની ઓળખ આપતા હતા. તેઓ ભોગ બનનારને માર મારી અને ધમકાવીને મોટી રકમની માંગણી કરતા હતા. જો નાણાં ન મળે તો તેને બદનામ કરવાની ધમકી આપી તેનું અપહરણ કરતા અને રકમ મળી ગયા બાદ તેને છોડી મુકતા હતા. રણુંજ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.ટી.ગઢવી અને સ્ટાફના માણસોએ આ સફળ કામગીરી કરી આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Pahalgam Attack Anniversary : पति Shubham Dwivedi को याद कर Aishanaya का छलका दर्द | Pahalgam Update
    Next Article
    બોટાદમાં પાર્શ્વનાથ જિનાલયની 36મી સાલગીરી ઉજવાઈ:ગિરિરાજ જૈન સંઘ દ્વારા ધ્વજારોહણ કરાયું, મોટી સંખ્યામાં ભાવિકો હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment