Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસિક ધર્માંતરણ પ્રયાસ: વલસાડમાં હિન્દૂ સંગઠનોનો આક્રોશ:બજરંગ દળ સહિતના સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યું

    4 days ago

    મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દૂ યુવતીઓને નોકરીની લાલચ આપી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા દબાણ કરાયાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. આ મામલે વલસાડ જિલ્લા બજરંગ દળ અને વિવિધ હિન્દૂ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આકરી નિંદા કરી હતી. મળતી માહિતી મુજબ, નાસિકની એક જાણીતી આઈટી કંપની (TCS) માં નોકરી કરતી હિન્દૂ યુવતીઓને નિશાન બનાવી લવ જેહાદના ષડયંત્રમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. હિન્દૂ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીઓને હિજાબ પહેરવા અને ગૌમાંસ ખાવા દબાણ કરીને તેમનું ધર્માંતરણ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી. વલસાડ બજરંગ દળના સંયોજક સમીપ સુરવે જણાવ્યું હતું કે, 'દેશભરમાં હિન્દૂ દીકરીઓને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. નાસિકની ઘટના અત્યંત નિંદનીય છે.' તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન આપ્યું હતું કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. દુર્ગાવાહિનીના પ્રખંડ સંયોજિકા વિપાસા રાઠોડે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આજની ભણેલી-ગણેલી દીકરીઓને પણ જિહાદીઓ નિશાન બનાવી રહ્યા છે. આ એક 'કોર્પોરેટ જેહાદ' છે.' આવેદનપત્રમાં જણાવાયું છે કે જો આવી ઘટનાઓ અટકશે નહીં તો આગામી દિવસોમાં હિન્દૂ સંગઠનો ઉગ્ર આંદોલન કરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો 'જય શ્રી રામ'ના નારા સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પ્રદૂષિત પાણીનો કહેર !:માર્ચમાં મનપા દ્વારા લેવાયેલા નમૂનાઓ પૈકી પાંચ સ્થળે બેક્ટેરિયા મળ્યા, શુદ્ધ પાણી વિતરણનાં તંત્રનાં દાવાઓ સામે પ્રશ્નાર્થ
    Next Article
    સુરતના રસ્તા પર દોડતી ‘ભૂતિયા સાયકલ’એ ગામ ગાંડુ કર્યું:માથા વિનાના ચાલકથી પેડલ લાગે છે અને વળાંક પણ લે છે, ટેકનોલોજી જોઈ લોકો દંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment