Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના રાટા પ્લોટમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ:ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી, કાબૂ મેળવવા પ્રયાસો ચાલુ

    12 hours ago

    ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારમાં આવેલી મદની મસ્જિદ નજીક એક ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાદલાના ગોડાઉનમાં રૂ હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ રહી હતી.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નગરપાલિકાના બે ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક આવેલું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, આગ કયા કારણોસર લાગી છે તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    What happened in Parliament on delimitation vindicates our stand: CM Stalin to TNM
    Next Article
    'જનતા સવાલ કરે છે ત્યારે જય શ્રી રામ દેખાય છે:ભાજપના કાર્યકરોએ “જય શ્રી રામ”ના નારા લગાવ્યા, સ્થાનિકોએ તળાવની ગંદકી બતાવીને પૂછ્યું: 'રામના 10 નામ બોલી બતાવો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment