Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં મોડી રાત્રે ખૂની ખેલ:અજાણ્યા શખ્સે માથામાં બોથડ પદાર્થ મારી પતાવી દીધા, સોસાયટીનો જ શખ્સ શંકાના ઘેરામાં

    10 hours ago

    અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના H બ્લોકના પાર્કિંગમાંથી આજે સવારે મૂળ ગોધાવીના એવા 55 વર્ષીય કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને કોમન પાર્કિંગમાં જ રહેતા હતા. જો કે પોલીસ તપાસમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેઓ 25 વર્ષથી સામ્રાજ્ય ટાવરમાં કામ કરતા હતા. રાતના બે વાગ્યે બોથડ પદાર્થ મારી પતાવી દીધા કાનજીભાઈ ગઈકાલે પણ રાબેતા મુજબ કામ પર આવ્યા હતા.ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ અજાણ્યા વ્યક્તિએ માથાના ભાગે બોથડ પદાર્થ મારીને કાનજીભાઈની હત્યા કરી હતી. આ હત્યાનો બનાવો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી અને લોહીના છાંટાએ ભેદ ઉકેલ્યો આ બનાવ અંગે સોસાયટીના રહીશોએ વહેલી સવારે પોલીસને જાણ કરી હતી.શરૂઆતમાં હત્યા કે અકસ્મિક રીતે મોત તેની તપાસ કરવામાં આવી રહી હતી.પરંતુ લાશની પાસેથી લોહીના છાંટા મળી આવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ તપાસતા એક શખ્સ કાનજીભાઈ સાથે ઝઘડો કરીને તેને મારી રહ્યું હોવાનું પણ દેખાઈ રહ્યું હતું.જેથી હત્યા થઈ હોવાનું સ્પષ્ટતા થતા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફ્લેટનો જ રહીશ શંકાના ઘેરામાં પોલીસે સોસાયટીના સભ્યો અને સિક્યુરિટીના નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.સિક્યુરિટી ગાર્ડના નિવેદન મુજબ રાતના સમયે કોઈ પણ અજાણ્યો શખ્સ સોસાયટીમાં આવ્યો નહોતો.જેથી પોલીસ દ્વારા ફ્લેટમાં રહેતા જ કોઈ વ્યક્તિએ હત્યા કરી હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે વ્યક્તિની અટકાયત પણ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પોસ્ટલ બેલેટની પ્રક્રિયાનો પ્રારંભ:પોલીસ હેડક્વાર્ટરમાં જવાનોએ મતદાન કર્યું, 5000થી વધુ કર્મચારીઓ બજાવશે મતાધિકાર
    Next Article
    Top MAGA Influencer Turned Out To Be AI, Was Created By Indian Student

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment