Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોપાલ ઈટાલિયા જાહેર સભામાં ગાળ બોલ્યા:બાદમાં લાજવાને બદલે ગાજ્યા, કહ્યું- ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે, સુરતમાં નથી સાવ ગાળું બોલતા

    13 hours ago

    પાલિકા-પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે કોઈ કચાશ રાખવા માગતા ન હોય તે રીતે પ્રચારમાં તેજી આવી છે. પ્રચાર દરમિયાન અનેક જગ્યાએ નેતાઓ ભાન પણ ભૂલી રહ્યા છે અને વિવાદો સર્જાઈ રહ્યા છે. જૂનાગઢના ભેસાણમાં એક જાહેર સભામાં AAP નેતા ગોપાલ ઈટાલિયા ગાળ બોલ્યા છે. બાદમાં ત્યાં હાજર આગેવાનોએ ધ્યાન દોરતા લાજવાને બદલે ગાજ્યા ને કહ્યું કે ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે, સુરતમાં નથી સાવ ગાળું બોલતા. સુરતમાં પ્રજાનો આક્રોશ સહન ન થતાં ભાજપના કાર્યકરો હિંસા પર ઉતર્યા હતા. ભાજપના ગઢ ગણાતા અડાજણ-ગોરાટમાં પહેલીવખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીઓએ ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાવી દીધાં હતાં. તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતાં સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉધડો લીધો હતો. આ દૃશ્યો ગાર્ડન ગ્રુપના ટેકેદારો જોઇ શક્યા નહીં અને સોસાયટીમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા ત્યારે વિરોધ કરતી એક મહિલાને રીતસરનો ધક્કો મારતાં દીવાલ સાથે અથડાઇ હતી. આ દૃશ્ય ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાતું હતું. કેટલીક મહિલાનાં તો કપડાં પણ ફાડી નાખ્યાં. શિસ્તની દુહાઈ દેતી ભાજપના આ પ્રકારના વલણ સામે અન્ય મહિલાઓએ વિરોધ કરતા તેમને પણ ગાળો ભાંડી હતી. વડોદરામાં પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ સમયે એક યુવકે તેમની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી ભાજપના કાર્યકરે યુવક સાથે મારામારી કરી હતી. આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સભા ગજવશે. તો રાજકોટમાં ફરી એકવાર ક્ષત્રિય આંદોલનની યાદો તાજી થવાની સંભાવના છે. ક્ષત્રિય આંદોલન સમયે મહત્વની ભૂમિકામાં રહેતા ભાર્ગવીબા ગોહિલ વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર હોય તેમના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાશે.
    Click here to Read More
    Previous Article
    Timeless vinyl classics still popular today
    Next Article
    ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે:સૂકા પ્રદેશો તરફથી આવતા ગરમ-સૂકા પવનોની અસર, 26 એપ્રિલે માથું ફાડી નાખતી ગરમી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment