Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે:સૂકા પ્રદેશો તરફથી આવતા ગરમ-સૂકા પવનોની અસર, 26 એપ્રિલે માથું ફાડી નાખતી ગરમી પડશે

    9 hours ago

    રાજ્યમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા બાદ ગઈકાલે 21 એપ્રિલે અમરેલી આગળ વધ્યું છે. મંગળવારે અમરેલી 41.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. આજે પણ ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યારે ગરમી વધવાનું મુખ્ય કારણ રાજસ્થાનના સૂકા પ્રદેશો તરફથી આવતા ગરમ અને સૂકા પવનો છે. આ પવનોમાં ભેજનો અભાવ હોવાથી તે વધુ દઝાડનારા લાગે છે. સાથોસાથ, આકાશ એકદમ સ્વચ્છ હોવાથી સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડે છે, જેના કારણે વાસ્તવિક તાપમાન કરતા અનુભવાતી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આગામી દિવસોમાં તાપમાન 43°ને પાર પહોંચવાની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના તટિય વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે, આ દિવસે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે. ગુજરાતની ગરમીની તસવીરો… 21 એપ્રિલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં નોંધાયું રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 21 એપ્રિલે 41,1 ડિગ્રી સાથે અમરેલી સૌથી હોટ સિટી રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ પણ વાંચો MPના 9 શહેરોમાં વોર્મ નાઈટનું એલર્ટ:છત્તીસગઢમાં પ્લેટફોર્મ પર ઠંડા ફુવારા છોડવામાં આવ્યા; યુપીના પ્રયાગરાજમાં પારો 44.6°C પર પહોંચ્યો દેશના મેદાની વિસ્તારોમાં આકરી ગરમી યથાવત છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઓડિશા અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મધ્ય પ્રદેશના ભોપાલ સહિત 9 જિલ્લાઓમાં પ્રથમ વખત ‘વોર્મ નાઈટ’ની ચેતવણી આપી છે. મૈહર જિલ્લામાં ધોરણ 5 સુધીની તમામ શાળાઓમાં 30 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમી અને દુષ્કાળને કારણે પરેશાન છે. પ્રયાગરાજમાં પારો 44.6°C પર પહોંચી ગયો. રાજ્યના 26 જિલ્લાઓનું તાપમાન 40°C થી વધુ રહ્યું. હવામાન વિભાગે મંગળવારે 26 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢના બિલાસપુરમાં તાપમાન 43.8°C નોંધાયું. અહીં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર મિસ્ટિંગ સિસ્ટમ હેઠળ ઠંડી ફુવારા છોડવામાં આવ્યા. બિહારના પટના સહિત 8 જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ગોપાલ ઈટાલિયા જાહેર સભામાં ગાળ બોલ્યા:બાદમાં લાજવાને બદલે ગાજ્યા, કહ્યું- ભાવનગરમાં નોર્મલ છે, બહેનો-ભાઇઓ બધા બોલે, સુરતમાં નથી સાવ ગાળું બોલતા
    Next Article
    Iran Fires At Ship In Hormuz Hours After Trump's Ceasefire Announcement

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment