Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:એસ પી યુનિ.ના ચકચારી લાફા કાંડને એક મહિનો થયો,તપાસમાં કંઈ બહાર ન આવ્યું

    1 week ago

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગત 18મી માર્ચના રોજ અંગ્રેજી વિભાગના હેડ પારૂલ પોપટે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રોફેસર મનીષભાઈ સોલંકીને લાફો મારી દીધો હતો. સમગ્ર ઘટનાના ગુજરાતના શિક્ષણ વિભાગમાં ભારે પ્રત્યાઘાત પડ્યા છે. શિક્ષણ વિભાગને શર્મસાર કરતી આ ઘટનાના ત્રણ દિવસ બાદ સફળા જાગેલા યુનિવર્સિટી તંત્રએ મહિલા પ્રોફેસરની ફરિયાદ બાદ કમિટીની નિમણુંક કરી હતી. એ જ રીતે બીજી તરફ આ ઘટનામાં થોડા સમય બાદ પ્રોફેસરે પણ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી સમગ્ર ઘટનામાં મહિલા અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આ ચકચારી પ્રકરણમાં શિક્ષણવિદૃો સહિત મોટાભાગના વિદ્યાર્થીઓ હવે આગળ શું થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે બીજી તરફ કમિટી અને પોલીસ દ્વારા ચલાવાતી ધીમી ગતિને તપાસને લઈને પણ શંકા-કુશંકા સેવાઈ રહી છે. સમગ્ર પ્રકરણમાં યુનિ.ના સત્તાધીશોએ સીસીટીવી ફૂટેજ કબજે લીધા હોવાનો દાવો કર્યો હતો. જોકે, આ મામલે પ્રોફેસર મનીષભાઈ સોલંકીએ ઘટના બન્યા બાદ તેના સીસીટીવી ફૂટેજ મેળવવા યુનિવર્સિટીને લેખિતમાં જાણ કરી હતી. પરંતુ હજુ સુધી તેમને પીડિત હોવા છતાં આ ઘટનાના ફૂટેજ આપવામાં આવ્યા નથી. જેને પગલે તેઓ દ્વારા આગામી સમયમાં આ ફૂટેજ મેળવવા પુન: રજૂઆત કરવામાં આવશે. આ સિવાય વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં પણ તેમના દ્વારા કરેલી ફરિયાદના અનુસંધાને તેમનું નિવેદન લેવાયું છે, પરંતુ મહિલા પ્રોફેસરનું હજુ સુધી નિવેદન લેવામાં આવ્યું નથી. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તેમનો પોલીસ દ્વારા નિવેદન નોંધાવવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ બહાર હોવાનું પોલીસને જણાવ્યું હતું. યુનિ.એ પ્રોફેસરને કહ્યું, તપાસ ચાલતી હોય તો ફૂટેજ ન મળે સમગ્ર ઘટનામાં પીડિત પ્રોફેસરે યુનિવર્સિટી પાસે ઘટનાના ફૂટેજ માંગ્યા હતા. આ મામલે જ્યારે રજિસ્ટ્રાર ભાઈલાલભાઈ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં નથી કે તેમણે ફૂટેજ માંગ્યા હોય. પરંતુ આમ પણ હાલમાં સમગ્ર ઘટનામાં તપાસ ચાલી રહી છે. જ્યારે તપાસ ચાલતી હોય ત્યારે ફૂટેજ આપવામાં આવતા નથી.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે લખનઉ vs રાજસ્થાન મેચ:વૈભવ આ સીઝનમાં 20 સિક્સર ફટકારી ચૂક્યો; હેડ ચુ હેડમાં RRનો LSG સામે દબદબો
    Next Article
    सीजफायर बढ़ाने के बाद अमेरिका पर हावी ईरान, बोला- इसका तो कोई मतलब ही नहीं है

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment