Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે લખનઉ vs રાજસ્થાન મેચ:વૈભવ આ સીઝનમાં 20 સિક્સર ફટકારી ચૂક્યો; હેડ ચુ હેડમાં RRનો LSG સામે દબદબો

    1 week ago

    IPL 2026ની 32મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે લખનઉના એકાના સ્ટેડિયમમાં થશે. આ મેદાન પર બંને ટીમ બીજી વખત આમને-સામને થશે. 2024માં રમાયેલી મેચમાં રાજસ્થાને જીત મેળવી હતી. 15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશી આ સીઝનમાં 20 સિક્સર સાથે સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓમાં બીજા ક્રમે છે. વધુ 3 સિક્સર મારતાની સાથે જ તે આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. 22 સિક્સર સાથે બેંગલુરુનો રજત પાટીદાર હાલ પ્રથમ સ્થાને છે. લખનઉ સામે રાજસ્થાનનો દબદબો લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચ રમાઈ છે. હેડ-ટુ-હેડ આંકડામાં રાજસ્થાનનું પલડું ભારે રહ્યું છે, જેણે 4 મેચ જીતી છે, જ્યારે લખનઉને માત્ર 2 જીત મળી છે. ગયા વર્ષે બંને વચ્ચે એક જ મેચ રમાઈ હતી, જેમાં લખનઉનો વિજય થયો હતો. માર્કરમે LSG માટે સૌથી વધુ રન બનાવ્યા લખનઉ માટે આ સીઝનમાં એડન માર્કરમ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 6 મેચમાં 162 રન બનાવ્યા છે અને 160.30ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને ટીમના મિડલ ઓર્ડરને મજબૂતી આપી છે, જોકે અત્યાર સુધી તેના બેટથી કોઈ ફિફ્ટી કે સેન્ચુરી આવી નથી. બોલિંગમાં પ્રિન્સ યાદવે LSG માટે સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે. આ યુવા બોલરે 6 મેચમાં 12 વિકેટ ઝડપી છે અને 4/28 તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. જોકે તેનો ઇકોનોમી રેટ 9.91 રહ્યો છે, પરંતુ વિકેટ લેવાની તેની ક્ષમતાએ તેને ટીમનો સૌથી મોટો મેચ-વિનર બનાવી દીધો છે. વૈભવે 236ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો રાજસ્થાન માટે વૈભવ સૂર્યવંશીએ 6 મેચમાં 246 રન બનાવ્યા છે અને 236.53ના શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને વિરોધી બોલરો પર સતત દબાણ બનાવ્યું છે. તેના નામે આ સીઝનમાં 2 ફિફ્ટી પણ છે. બોલિંગમાં રવિ બિશ્નોઈએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 6 મેચમાં 10 વિકેટ ઝડપી છે અને 4/41 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. 9.50ની ઇકોનોમી હોવા છતાં, બિશ્નોઈ મિડલ ઓવર્સમાં વિકેટ ઝડપીને ટીમને મેચમાં ટકાવી રાખવાનું કામ કરી રહ્યો છે. પીચ રિપોર્ટ એકાનાની પીચ સામાન્ય રીતે સંતુલિત માનવામાં આવે છે, જ્યાં સ્પિન બોલરોને ખાસ મદદ મળે છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 160 રનની આસપાસ રહે છે, જેનાથી સ્પષ્ટ છે કે બેટર્સ માટે મોટા શૉટ્સ રમવા સરળ નથી હોતા. જોકે, તાજેતરની મેચમાં આ પીચે બેટર્સને પણ સાથ આપ્યો છે. સપાટી પર સારો બાઉન્સ અને થોડી પેસ પણ મળે છે, જેનાથી બોલર અને બેટર બંનેને સમાન તક મળે છે. વેધર રિપોર્ટ લખનઉ સ્ટેડિયમમાં મેચ દરમિયાન હવામાન ગરમ પણ ચોખ્ખું રહેશે. તાપમાન બપોરે લગભગ 35°C સુધી જઈ શકે છે, જે સાંજે મેચના સમયે ઘટીને લગભગ 28°Cની આસપાસ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી, એટલે કે પૂરી 40 ઓવરનો મુકાબલો કોઈ પણ અડચણ વગર રમાશે. હવામાન સ્વચ્છ અને શુષ્ક રહેશે, જોકે ભેજનું પ્રમાણ ઓછું (લગભગ 12-18%) હોવાને કારણે ખેલાડીઓને વધુ પરસેવો થશે અને હાઈડ્રેશન મહત્વનું રહેશે. બીજી ઇનિંગ્સમાં થોડો ડ્યૂ ફેક્ટર જોવા મળી શકે છે, જેના કારણે બોલ પર પકડ જમાવવી થોડી મુશ્કેલ બની શકે છે અને બેટિંગ થોડી સરળ થઈ શકે છે. એકંદરે, હવામાનની સ્થિતિ મેચ માટે યોગ્ય છે, પરંતુ ટૉસ જીતનારી ટીમ ઝાકળને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, એડન માર્કર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, નિકોલસ પૂરન, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, આવેશ ખાન, પ્રિન્સ યાદવ, એમ સિદ્ધાર્થ, મોહસિન ખાન અને હિંમત સિંહ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ પુંજા.
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:લગ્નજીવન સફળ થશે પણ... કન્ડિશન્સ એપ્લાય!
    Next Article
    તપાસ:એસ પી યુનિ.ના ચકચારી લાફા કાંડને એક મહિનો થયો,તપાસમાં કંઈ બહાર ન આવ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment