Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:ચોર ચોરી સે જાય, હેરાફેરી સે ન જાય!

    4 days ago

    તમારું નામ? મારું નામ નહિ....મારું કામ જુઓ, સેઠ! શું કામ કરો છો? મૂળ બિઝનેસ ચોરીનો.....સાઈડમાં ખિસ્સાં કાતરવાનો! ઓહ....(પોતાનું ખિસ્સું તપાસી લે છે!) ઓકે છે. મને ખબર નહોતી, તમે કડકા છો....ખોટી મજૂરી કરાવી! રોજ કેટલા કમાઈ લો છો? ડીપેન્ડ્સ....! તમારા જેવા કડકાઓ મળી જાય તો માંડ ખાધાખોરાકી નીકળે! એ....મારા પાકીટમાં તો અઢાર રૂપિયા હતા....! એટલા તો હું મારા આસિસ્ટન્ટને આપું છું.....કલાકના! કલાકના...? એટલે શું? એ ઘરાક શોધી લાવે કે, આનું કાપવા જેવું છે....જેટલા મળે, એના સાડા બાર ટકા આસિસ્ટન્ટને આપીએ! કેમ એટલા ઓછા? કલાકના સાડા બાર ટકા.....કોણ તમારો....હમણાં કહું એ આપે છે? પણ.....એ કમિશનને બદલે જાતે કમાઈ ન શકે? એને કમિશન કાપતા આવડે....ખિસ્સાં કાપતા નહિ! તમારા વાઈફને ખબર છે, તમે આ વ્યવસાયમાં પડ્યા છો? અમે એકબીજાના ધંધામાં માથું કે હાથ નથી મારતા! એકબીજાના....? એટલે શું ભાભી ય ખિસ્સાં કાપે છે? ના. પર્સ કાપે છે. કમાણી એમની વધારે કે તમારી? સર...પુરુષો તો મોટાભાગે કડકા હોય....એમના વૉલેટમાંથી શકોરું ય માંડ નીકળે! અને સ્ત્રીઓનાં પર્સમાંથી? એ કડકીઓની મા હોય છે.....ખબર છે, પર્સો કાપી કાપીને અમે કેટલી લિપસ્ટિકો ભેગી કરી છે? તે હશે, પણ એમનાં પર્સોમાંથી ય રોકડા-ફોકડા તો નીકળે ને? સર....એ લોકોનાં પર્સ મારવા કરતાં એમને લાફા મારી દેવા સારા! વૉટ ડૂ યૂ મીન...? દિવસ-રાતની કાળી મજૂરી કરીને એકાદું પર્સ મારીએ ત્યારે માંડ પચ્ચી-ત્રી રૂપિયા નીકળે! ઓહ. આ તો તમારી સાથે ઘોર અન્યાય કહેવાય! એ લોકોએ એટલીસ્ટ દસ-બાર હજાર તો પર્સમાં રાખવા જોઈએ ને? એટલા તો દસ-પંદર જણીઓનાં ભેગાં પર્સો કાપો તો ય ના નીકળે! ઓહ. સાલો મહેનતનો જમાનો જ નથી રહ્યો! તમે ય આ જ કામ કરતા લાગો છો.... હું નહિ....મારા વાઈફ કરે છે! ઓહ વન્ડરફુલ! એ કયા એરિયામાં ખિસ્સાં કાપવા જાય છે? મણિનગર કે પ્રહલાદ નગર? એને એટલે દૂર જવું પડતું નથી. ઘરમાં જ હાથ મારી લે છે....મારા પાકીટ ઉપર! ઓકે. તમારા બાળબચ્ચાં શેમાં ભણે છે? એ બંને હજી ટ્રેનિંગમાં છે! એ લોકોને સ્કૂલમાંથી પેન-પેન્સિલો ચોરવાની બૃહદ ટ્રેનિંગ અપાય છે! એમને ભણાવવા નથી? ભણીને કામ તો આ જ કરવાનું છે ને? નોકરો કરશે તો મહિને હજાર-બારસોનો પગાર લઈ આવશે, પણ આ કળા હસ્તગત કરી હશે તો, એકી ઝાટકે હજાર-બારસો લઈ આવશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, સાહેબ! છોકરાઓ માટે વહુ વારૂ કેવી લાવશો? પોતાનાં સેન્ડલ પર ઊભી રહે એવી! અમારી કમાણી ઉપર નજર ન રાખે! ઓહ....પણ ખિસ્સાં કાતરવા સિવાય તમને અન્ય કોઈ વ્યવસાય નજરમાં નથી આવતો? પકડાઓ તો--- માય ફૂટ! હજારો પોલીસવાળાનાં ઘર અમારી કમાણી ઉપર ચાલે છે! પકડાઓ તો શું કરો? ‘માલ લેતે પકડા ગયા....? માલ દેકે છૂટ જા!' ઓહ થેન્ક યૂ સર....ઈન્ટર્વ્યૂ પૂરો થયો.....ખૂબ આભાર! લો. આ લેતા જાઓ. અરે....આ તો મારું વૉલેટ છે..રે...? એમાં પાંચસો-પાંચસોની બે નોંટ ક્યાંથી આવી? મારી તો નથી! લઈ જાઓ સેઠ....મારા તરફથી છોકરાઓને મીઠાઈ ખવડાવજો.... સિક્સર એ મેથ્સમાં એટલી બધી વાર ફેઈલ થયો છે કે, કેટલી વાર, એ ગણતા ય નથી આવડતું!
    Click here to Read More
    Previous Article
    ‘HM (Shah) said open tourist spots with maximum footfall, not ones easiest to open’: Omar Abdullah on first anniversary of Pahalgam terror attack
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:ખેપાની દુશ્મન સાથે ખોટનો વેપાર!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment