Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહીશોમાં રોષ:રજૂઆત કરીએ તો ભાજપ ઢોલ વગાડી અવાજ દબાવે છે

    4 days ago

    શહેરના વોર્ડ 7માં સમાવિષ્ટ કારેલીબાગના આનંદનગરમાં મત માગવા ગયેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો અંગે ઉમેદવારો પર સવાલોનો મારો ચલાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લાં 10 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને વારંવારની રજૂઆત છતાં વરસાદી ગટરનું કામ કરવામાં આવતું નથી. જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યારે નેતાઓ ઢોલ વગાડીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. ભાજપના ઉમેદવારો અને કાર્યકરો સોમવારે પ્રચાર માટે આનંદનગર પહોંચ્યા ત્યારે વાતાવરણ ગરમાયું હતું. સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે, 10 વર્ષથી વરસાદી ગટર ન હોવાથી ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. એક વૃદ્ધે રોષે ભરાઈને જણાવ્યું કે, “અગાઉ જયંતી રાવજીએ વરસાદી ગટર મંજૂર કરાવી હતી, ત્યારબાદ કોઈ કામગીરી થઈ નથી. દર વર્ષે નેતાઓ હાથ જોડીને મત માગવા આવે છે, અમે તેમને મત આપીએ પણ છીએ, છતાં અમારાં કામ થતાં નથી.” આ ઉપરાંત મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પાણી ભરાવાની સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કે નેતાઓ ધ્યાન આપતા નથી. આજે અમે હકીકત જણાવવા ગયા ત્યારે કાર્યકરોએ ઢોલ વગાડીને અમારી વાત સાંભળવાને બદલે અવાજ દબાવવાની કોશિશ કરી હતી.” રાવપુરા કાપડી પોળ-કોયલી ફળિયામાં વિરોધ થયો હતો વોર્ડ 7ના પૂર્વ કાઉન્સિલર અને ઉમેદવાર સાથે નવા ચહેરાઓ કોયલી ફળિયામાં વોટ માગવા પહોંચ્યા હતા. જ્યાં નારાજ મહિલાઓએ તેમને ઘેર્યા હતા. ભારે વિરોધ વચ્ચે તમામ ઉમેદવારો અને કાર્યકરોએ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. તે જ રીતે રાવપુરા કાપડી પોળમાં પણ ઊભરાતી ગટરથી પરેશાન મહિલાઓએ ઉમેદવારોને પકડી સવાલો પૂછતાં ઉમેદવારો ડઘાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પારો 40 ડિગ્રી; જૂનાગઢનો પ્રથમ જાહેર સ્વિમિંગ પુલ શરૂ : 6થી લઈ 70 વર્ષના તરવૈયાના ધૂબાકા
    Next Article
    મોટી દુર્ઘટના ટળી:શહેરમાં ટ્રાન્સફોર્મરમાં આગથી દોડધામ, વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોમાં દેકારો બોલી ગયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment