Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:વૃશ્ચિક અને મકર રાશિ પર ભાગ્યની કૃપા રહેશે; કન્યા અને કુંભ જાતકોના ઘરે માંગલિક પ્રસંગોના યોગ

    11 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 22 એપ્રિલ 2026, બુધવારના રોજ વૈશાખ સુદ છઠ/સાતમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મિથુન છે. રાહુકાળ બપોરે 12:38 થી 02:13 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. તમે તમારી કાર્યક્ષમતાના જોરે કોઈ શ્રેષ્ઠ કાર્ય પણ પૂર્ણ કરી શકશો. થોડો સમય તમારા રુચિપૂર્ણ કાર્યોમાં પણ પસાર કરો. આનાથી તમને આત્મિક અને માનસિક ખુશી મળશે. નેગેટિવ- તમારી અતિશય ભાવુકતા અને ઉદારતા જેવી ખામીઓ પર રોક લગાવવી જરૂરી છે. નહીંતર કેટલાક લોકો આનો ગેરફાયદો પણ ઉઠાવશે. અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપો. મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં ગેરસમજ ન થવા દો. વ્યવસાય- વેપારમાં કોઈ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. સાથે જ સ્થળ પરિવર્તનની સંભાવના પણ બની રહી છે. લોન જેવી બાબતોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. તેથી આવા કામો ન જ કરવા. સરકારી નોકરીમાં કાર્યભાર અતિશય રહેશે. લવ- પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સામંજસ્ય અને પ્રેમ જળવાઈ રહેશે. લગ્નેતર સંબંધોની અસર તમારા ઘરની સુખ-શાંતિ પર પડી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાં થોડી રાહત મળશે. તમે તમારી જાતને સકારાત્મક અનુભવશો. લકી કલર- કેસરી લકી નંબર- 2 પોઝિટિવ- તમારી વ્યવહારકુશળતા અને યોગ્યતા દ્વારા પારિવારિક તથા વ્યવસાયિક પ્રવૃત્તિઓ સુચારૂ રીતે ચાલતી રહેશે. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. કેટલીક નવી યોજનાઓ બનશે, જે ભવિષ્યમાં સકારાત્મક રહેશે. નેગેટિવ- કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાં તમારા મનોભાવો પર કાબૂ રાખો. તમારી પ્રતિભાને ઓળખો અને સકારાત્મક દિશામાં લગાવો. આળસને તમારા પર હાવી ન થવા દો. લેવડ-દેવડના કાર્યોમાં સાવધાની રાખો. વ્યવસાય- કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં ફેરફાર લાવવા માટે અતિશય ખર્ચ થઈ શકે છે. મશીનરી તથા ખાનપાન સાથે સંબંધિત વેપારમાં શ્રેષ્ઠ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થશે. કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ યોગ્ય સમય છે. ઓફિસમાં સહયોગીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો. લવ- પતિ-પત્ની વચ્ચે થોડી રકઝક જેવી સ્થિતિ બની શકે છે, થોડી સૂઝબૂઝથી કામ લો, જલ્દી જ સમસ્યા ઉકેલાઈ જશે. સ્વાસ્થ્ય- મોસમી તકલીફોની ફરિયાદ રહેશે. સાથે જ માથાનો દુખાવો અને થાકની સમસ્યા પણ થઈ શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- દિવસની શરૂઆતમાં થોડી ઉથલપાથલ રહેશે, પરંતુ તમારી અનુશાસિત દિનચર્યાથી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત પણ થતી જશે. ઉધાર આપેલા પૈસા આજે પાછા મળવા સંભવ છે. કોઈ કાયદાકીય ગૂંચવાયેલો મામલો આજે ઉકેલાઈ શકે છે. નેગેટિવ- આ રાશિના લોકોએ ખર્ચ પર કાબૂ રાખવો પડશે. કોઈની સલાહ માનતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર ચોક્કસ કરો. પોતાના પર ભરોસો રાખો, તો સફળતા નિશ્ચિત છે. આજે કોઈ પણ યાત્રા કરવાનું ટાળો, તો કોઈ નુકસાનથી પણ બચી જશો. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓમાં સુધારો આવશે અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું નિરાકરણ મળશે. આર્થિક બાબતોમાં ઘરના કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ ઉપયોગી સાબિત થશે. નોકરીયાતોને ઓફિસમાં કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લવ- પતિ-પત્ની એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થવાથી અંતર વધી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. કબજિયાત અને ગેસ જેવી સ્થિતિ ન થવા દો. આ કારણે માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 9 પોઝિટિવ- આજે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ માનસિક મૂંઝવણમાંથી રાહત મળશે. મનગમતી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાની તક મળશે. આ સમયે હૃદયને બદલે મગજના અવાજને પ્રાથમિકતા આપો, આજે બનાવેલી કોઈ યોજના ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. નેગેટિવ- ખૂબ જ મહેનત અને થાકને કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે. તેના લીધે કારણ વગરનો ગુસ્સો હાવી રહેશે. વ્યર્થની પ્રવૃત્તિઓમાં ખર્ચની સ્થિતિ પણ રહેશે. તમારી ક્ષમતા કરતા વધુ લોન કે ઉધાર લેવાનું ટાળો. વ્યવસાય- વ્યવસાયિક કાર્ય પ્રણાલી વ્યવસ્થિત કરવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારી પૂરી મહેનત અને ઊર્જા તમારા કાર્યો પ્રત્યે લગાવી દો. મહિલાઓ પોતાના કાર્યક્ષેત્રમાં સફળ રહેશે. નોકરીમાં કોઈ સહયોગી સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની રહી છે. પરિસ્થિતિઓને ખૂબ જ સમજદારીથી સંભાળવી પડશે. લવ- પતિ-પત્નીનો પરસ્પર તાલમેલ અને સામંજસ્ય ખૂબ સારું રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય- નકારાત્મક વાતાવરણ અને મોસમી ફેરફારોથી સતર્ક રહો. તમારું ખાનપાન અને દિનચર્યા સંયમિત રાખો. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન તમને તમારી ઓળખ અને માન-સન્માન જાળવી રાખવામાં મદદ કરશે. આજે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા ઘરના અનુભવી વ્યક્તિઓની સલાહ ચોક્કસ લો, કોઈ પણ કામ વિચારીને કરવાથી તેના યોગ્ય પરિણામો પ્રાપ્ત થશે. નેગેટિવ- પરંતુ લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી. તમારા જ કેટલાક વિરોધીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે તણાવ આપી શકે છે. પ્રયત્નો કરીને આ વાતોને હાવી ન થવા દો તથા પરિસ્થિતિઓને સંભાળીને રાખો. યુવાનો વ્યર્થની પ્રવૃત્તિઓમાં પોતાનો સમય ન બગાડે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ અત્યારે મધ્યમ જ રહેશે. પાર્ટનરશિપ સંબંધિત કાર્યમાં જૂના નકારાત્મક મુદ્દાઓને અવગણશો નહીં. તથા વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપો. આ સમયે વેપારમાં વધુ રોકાણ કરવું નુકસાનકારક રહેશે. નોકરીમાં વધારાના કાર્યભારને કારણે ઓવરટાઇમ કરવો પડી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. પરંતુ પરસ્પર સહયોગ દ્વારા આ સમસ્યા ઉકેલાઈ પણ જશે. પ્રેમ પ્રસંગો મધુર રહેશે. સ્વાસ્થ્ય- અયોગ્ય ખાનપાનને કારણે ગેસ અને પેટના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. આયુર્વેદિક સારવાર યોગ્ય રહેશે. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- આજનો દિવસ કોઈ શુભ તક પ્રદાન કરનાર છે. વિચારોમાં સ્થિરતા અને દ્રઢતા રહેવાથી તમે તમારા કાર્યો સારી રીતે કરી શકશો. શુભચિંતકોનો પણ ભરપૂર સાથ મળશે. સામાજિક રીતે માન-પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. નેગેટિવ- યુવાનો અને વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું કે બેદરકારીને કારણે તમારા બનતા કાર્યોમાં અવરોધ પણ આવી શકે છે. કોઈ પણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે યોગ્ય તપાસ ચોક્કસ કરી લો. આજે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ ન કરો, કારણ કે કોઈ પણ લાભ થવાનો નથી. વ્યવસાય- કારોબારી બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. બેદરકારીને કારણે વેપારીઓ સાથેનો સંબંધ તૂટી શકે છે. અત્યારે કાર્યોની ગતિ મધ્યમ જ રહેશે. પરંતુ ધૈર્ય અને સંયમથી આ મુશ્કેલ સમય નીકળી જશે. પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પારદર્શકતા રાખવાથી સારું સંચાલન જળવાઈ રહેશે. લવ- દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય પરિવાર સાથે પણ ચોક્કસ પસાર કરો. પ્રેમ લગ્નના ઈચ્છુક લોકોને શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહો. અતિશય થાકને કારણે માઈગ્રેન, સર્વાઈકલનો દુખાવો પરેશાન કરશે. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- ફાઈનાન્સ સંબંધિત અટકેલા કાર્યોમાં ગતિ આવશે. ઘરમાં મહેમાનોના આગમનથી પ્રસન્નતાભર્યું વાતાવરણ રહેશે. સાથે જ કોઈ પારિવારિક મુદ્દો પણ ઉકેલાશે. સંતાનની સકારાત્મક પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. રોકાણ સંબંધિત કાર્યો માટે સમય અનુકૂળ છે. નેગેટિવ- જવાબદારીઓનો બોજ વધી શકે છે, વધુ સારું રહેશે કે તમારી કાર્યપ્રણાલીને વ્યવસ્થિત રાખો. પરંતુ તમારો વધુ પડતો શિસ્તબદ્ધ સ્વભાવ અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવી નુકસાનકારક રહેશે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ સમય અનુસાર પૂરી થતી જશે. કાર્યક્ષેત્રમાં તમારા કામ કરવાનો જોશ અને જુસ્સો અદભૂત રહેશે. પરંતુ કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાનું ટાળો નહીંતર ખરાબ રીતે ફસાઈ શકો છો. ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લવ- વ્યવસાયિક બાબતોની અસર ઘર પર ન પડવા દો. ઘરની સુખ-શાંતિ તથા વ્યવસ્થા જાળવી રાખો. વ્યર્થની મોજમસ્તીમાં સમય ન બગાડો. સ્વાસ્થ્ય- પેટ ખરાબ રહેવાને કારણે અસ્વસ્થ અનુભવશો. હળવો ખોરાક લો તથા વધુ તકલીફ હોય તો સારવાર પણ અવશ્ય લો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- વૃશ્ચિક રાશિ માટે શ્રેષ્ઠ ગ્રહ સ્થિતિ બનેલી છે. તમે તમારી અંદર ભરપૂર ઊર્જા અને શાંતિ અનુભવશો. તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે લોકોની ચિંતા કર્યા વગર તમારા મનગમતા કાર્યો પર ધ્યાન આપો. નેગેટિવ- સ્વાસ્થ્ય થોડું નરમ રહેવાને કારણે કામ અધૂરું રહી શકે છે, પરંતુ ચિંતા ન કરો. પારિવારિક સભ્યોનો સહયોગ જળવાઈ રહેશે. પાડોશીઓ સાથે વાદ-વિવાદમાં ન પડશો. તમારા વિચારો અને સ્વભાવને સંયમમાં રાખો. વ્યવસાય- કાર્યસ્થળ પર લગભગ તમામ કાર્યો અવરોધ વગર પૂરા થઈ જશે, સાથે જ કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે. પબ્લિક ડીલિંગ, કોમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા વ્યવસાય સફળ રહેશે. આ સમયે માર્કેટિંગ સંબંધિત કાર્યો પર પણ ધ્યાન આપો. ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ સાચવીને રાખો. લવ- પારિવારિક સમસ્યાઓને ઉકેલવામાં ખૂબ જ મહેનત કરવી પડશે. ધૈર્ય જાળવી રાખો. પ્રેમ સંબંધ મર્યાદિત અને સુખદ રહેશે. સ્વાસ્થ્ય- શરદી તથા તાવની સમસ્યાથી પરેશાન રહેશો. બેદરકારી ન રાખો અને યોગ્ય સારવાર લો. લકી કલર- બ્લુ લકી નંબર- 8 પોઝિટિવ- દિવસની શરૂઆતમાં થોડી સમસ્યા રહેશે પરંતુ જલ્દી જ તેનો ઉકેલ પણ મળી જશે. જો મનમાં કોઈ મૂંઝવણ હોય, તો તેને કોઈ નજીકના મિત્ર સાથે ચોક્કસ શેર કરો. ચોક્કસપણે તમને સમાધાન મળશે. મિત્રો તથા સંબંધીઓ વચ્ચે તમારું માન-સન્માન જળવાઈ રહેશે. નેગેટિવ- પૈતૃક સંપત્તિ સંબંધિત મામલામાં વધુ વિવાદિત સ્થિતિઓ બની શકે છે. પિતરાઈ ભાઈ-બહેનો સાથે તમારા સંબંધોને બગાડવા ન દો. કારણ કે તેની અસર પારિવારિક વાતાવરણને પણ ખરાબ કરશે. વડીલોનું માર્ગદર્શન મળવાથી મનમાં ચાલી રહેલી ઉથલપાથલમાંથી રાહત મળશે. વ્યવસાય- વેપારીઓ માટે દિવસ ઉત્તમ રહેશે. ગ્રાહકોની અવરજવર રહેશે તથા આવક પણ સારી થશે. માર્કેટિંગ વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં સારી તકો પ્રાપ્ત થઈ શકે છે. ઓફિસમાં આજે કાર્યભાર ઓછો હોવાથી રાહત મળશે. પરંતુ કોઈ બેદરકારીને કારણે બોસ નારાજ પણ થઈ શકે છે. લવ- વૈવાહિક જીવનમાં યોગ્ય તાલમેલ અને પ્રેમ વ્યવહાર જળવાઈ રહેશે. પ્રેમ પ્રસંગોની બાબતોથી પોતાને દૂર જ રાખો તો સારું છે. સ્વાસ્થ્ય- મોસમી સમસ્યાઓ જેવી કે શરદી-ઉધરસ, વાયરલ વગેરેની તકલીફ થઈ શકે છે. સ્વાસ્થ્ય સુધારણા માટે કુદરતી રીતો પર વધુ ભરોસો રાખો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- ભાગ્ય તમારો સાથ આપી રહ્યું છે. તેથી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી આજે થોડી રાહત મળશે. આજે નજીકના લોકો સાથે મુલાકાત અને મનોરંજન સંબંધિત કાર્યોમાં ખુશનુમા સમય પસાર થશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયરને લઈને ગંભીર રહેશે. નેગેટિવ- અત્યારે ધન લાભની સરખામણીએ ખર્ચની સ્થિતિ વધુ બની રહી છે. તેથી તમારા બજેટને પણ ધ્યાનમાં રાખીને ચાલવું આવશ્યક છે. ભાઈઓ સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. બાબતોને ગુસ્સા અને વાદ-વિવાદને બદલે શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. વ્યવસાય- વ્યવસાયિક સ્થળ પર તાબાના કર્મચારીઓ વચ્ચે કોઈ બોલાચાલી થઈ શકે છે અથવા કોઈ પૂછપરછ થઈ શકે છે. મીડિયા કે ફોન દ્વારા મોટો ઓર્ડર મળવાની આશા છે. તેથી તમારા સંપર્ક સૂત્રોને વધુ મજબૂત કરવામાં ધ્યાન આપો. લવ- ઘરમાં સુખ-શાંતિ રહેશે, વૈવાહિક સંબંધોમાં પણ નિકટતા વધશે. પ્રેમી-પ્રેમિકાને મુલાકાતની તક સુલભ થઈ શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ વર્તમાન હવામાનને કારણે બેદરકારી રાખવી યોગ્ય નથી. લકી કલર- ગુલાબી લકી નંબર- 1 પોઝિટિવ- સમય ખૂબ જ અનુકૂળ છે. તમારો વિનમ્ર અને સહજ સ્વભાવ તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર લાવશે. આજે તમે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણપણે એકાગ્ર ચિત્ત થઈને આગળ વધશો. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ સંબંધિત પ્રોગ્રામ બનશે. નેગેટિવ- આજે આખો દિવસ કોઈને કોઈ વાતને લઈને મુશ્કેલીઓ પણ રહેશે. કોઈ મિત્ર અથવા પાડોશી સાથે નાની અમથી વાતને લઈને વિવાદ થઈ શકે છે, ક્રોધ પર નિયંત્રણ રાખો. પરિવારના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરવાથી ઉકેલ મળી શકે છે. વ્યવસાય- હોલસેલ સંબંધિત કારોબારીઓ માટે સમય થોડો મુશ્કેલીભર્યો છે. સમય પર ડિલિવરી આપવામાં થોડી તકલીફ થશે. નવી નવી યોજનાઓને અમલમાં મૂકતા પહેલા તમામ પાસાઓ પર વિચાર ચોક્કસ કરો. સરકારી સેવામાં રહેલા લોકોને કોઈ ક્લાયન્ટના કારણે મુશ્કેલીઓ આવી શકે છે. લવ- દાંપત્ય સંબંધમાં પ્રેમ મધુરતા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ ગેરસમજો ઊભી થઈ શકે છે. શાંતિથી બાબતોને ઉકેલો. સ્વાસ્થ્ય- એલર્જી અને ઇન્ફેક્શન જેવી બીમારી તમને પરેશાન કરી શકે છે. બેદરકારી ન રાખીને તમારી યોગ્ય સારવાર કરાવો. લકી કલર- લાલ લકી નંબર- 5 પોઝિટિવ- કોઈ સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને સંબંધોમાં ફરી મધુરતા આવશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે અને તમારું મન અને તન બંને પ્રફુલ્લિત રહેશે. જેનાથી તમારી પર્સનાલિટીમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. નેગેટિવ- અંગત સંબંધો સાથે જોડાયેલા મુદ્દાઓને ખૂબ જ સાવધાનીથી ઉકેલવાની જરૂર છે. શોપિંગ વગેરે કરતી વખતે અતિશય ખર્ચ થઈ શકે છે. યુવાનોનું મિત્રો સાથે વધુ પડતું હળવું-મળવું અને હરવું-ફરવું સમયના બગાડ સિવાય બીજું કંઈ નહીં હોય. વ્યવસાય- તમારી કારોબારી યોજનાઓને અમલમાં મૂકવાનો ઉત્તમ સમય છે, પરંતુ તમારી યોજનાઓ તમારા સુધી જ સીમિત રાખો. સરકારી ઓફિસમાં વાતાવરણ કંઈક નકારાત્મક રહી શકે છે. ક્લાયન્ટ સાથે ખૂબ જ સાવધાનીથી વર્તન કરવું જરૂરી છે. લવ- પતિ-પત્ની પરસ્પર સામંજસ્યથી ઘરમાં સુખદ વ્યવસ્થા જાળવી રાખશે. પ્રેમી-પ્રેમિકાને ડેટિંગની તક મળી શકે છે. સ્વાસ્થ્ય- અતિશય મહેનતને કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. તમારી મનોસ્થિતિનું અવલોકન કરતા રહો. લકી કલર- પીળો લકી નંબર- 8
    Click here to Read More
    Previous Article
    22 એપ્રિલનું ટેરો રાશિફળ:વૃષભ જાતકોને જૂના દેવામાંથી મુક્તિ મળશે; ધન, મકર અને કુંભ જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે
    Next Article
    Arvalli Teacher Viral Video | અરવલ્લીની શાળામાં નશાની હાલતમાં શિક્ષક ઝડપાયો | Alcoholic Teacher

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment