Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેન્સકાર્ટના નિયમનકારી પરિપત્રનો વિવાદ:મોરબીમાં લેન્સકાર્ટ સામે વિહિપ-બજરંગ દળે વિરોધ કર્યો

    11 hours ago

    મોરબીના રવાપર રોડ પર આવેલા લેન્સકાર્ટના શોરૂમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લેન્સકાર્ટના માલિક દ્વારા જારી કરાયેલા કથિત હિન્દુ વિરોધી પરિપત્રના વિરોધમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિરોધ લેન્સકાર્ટના માલિક પીયૂષ બંસલ દ્વારા જારી કરાયેલા કંપનીના નિયમનકારી પરિપત્રને કારણે થયો છે. આ પરિપત્રમાં હિન્દુ કર્મચારીઓને શોરૂમ પર તિલક ન કરવા, શિખા ન રાખવા, હાથમાં કલાવા ન બાંધવા અને મહિલાઓને બિંદી ન લગાવવા સૂચના આપવામાં આવી છે. જોકે, મુસ્લિમ કર્મચારીઓને હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવી છે. આ કથિત હિન્દુ વિરોધી માનસિકતાના વિરોધમાં, VHP અને બજરંગ દળના આગેવાનોએ શોરૂમ પર હાજર હિન્દુ કર્મચારીઓને તિલક કરીને લેન્સકાર્ટનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં VHP અને બજરંગ દળના આગેવાનો હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજને જાગૃત કરવા માટે આ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે ભારતનો હિન્દુ સમાજ આવા નિર્ણયોને કોઈપણ ભોગે સહન કરશે નહીં. કમલેશભાઈ બોરિચાએ મોરબી સહિત દેશભરના લોકોને લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેન્સની ખરીદી ન કરવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી કાર્યમાં બેદરકારી દાખવનાર BLO સામે લાલ આંખ:કામરેજ પોલીસે વોરંટ ઈસ્યુ કરી કર્મચારીને ફરજ પર હાજર કર્યો
    Next Article
    Bhoot Bangla Box Office Collection Day 4 LIVE Updates: Akshay Kumar’s horror comedy crosses Rs 6 cr mark on Tuesday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment