Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિસાગરમાં ચૂંટણી સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું:કલેક્ટર અર્પિત સાગરે મતદાન મથકની મુલાકાત લીધી

    9 hours ago

    મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા ખાતેના પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી હતી. ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા પોલીસકર્મીઓ અને મતદાન મથકના સ્ટાફે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. આ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લુણાવાડાની વાઇબ્રન્ટ વેવ્સ સ્કૂલ ખાતે ખાસ મતદાન મથક ઊભું કરાયું હતું. મહિસાગર જિલ્લામાં લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની પેટાચૂંટણી, જિલ્લા પંચાયતની 28 બેઠકો અને આઠ તાલુકા પંચાયતો (કડાણા, સંતરામપુર, ગોધર, ખાનપુર, લુણાવાડા, કોઠંબા, બાલાસિનોર અને વિરપુર)ની કુલ 150 બેઠકો માટે મતદાન થશે. પોસ્ટલ બેલેટથી મતદાન કરનારા કર્મચારીઓએ અન્ય મતદારોને પણ 26 એપ્રિલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જે તંદુરસ્ત લોકશાહી માટે મહત્વપૂર્ણ છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓનું મતદાન પૂર્ણ:324 પોસ્ટલ બેલેટ દ્વારા સુરક્ષાકર્મીઓ અને કર્મચારીઓએ મત આપ્યા
    Next Article
    "Felt Ignored": Bengaluru Woman Ties Up Boyfriend, Sets Him Afire, Watches Him Die

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment