Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા વિધાનસભા બેઠક પર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ગરમાવો:કોંગ્રેસનો ગઢ બચાવવા અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ મેદાનમાં

    9 hours ago

    દક્ષિણ ગુજરાતની વાંસદા વિધાનસભા બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપ સત્તા મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આ ચૂંટણી વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ (ભાજપ) અને ધારાસભ્ય અનંત પટેલ (કોંગ્રેસ) વચ્ચે મુખ્ય સ્પર્ધા બની છે. ભાજપના સાંસદ ધવલ પટેલે સઘન પ્રચાર કરતા દાવો કર્યો છે કે વાંસદામાં પરિવર્તનની લહેર છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા 5-6 દિવસમાં 18થી વધુ જનસભાઓ યોજીને તેમણે સમગ્ર વાંસદા વિસ્તારને આવરી લીધો છે. ધવલ પટેલે ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની વિગતો આપી હતી. જેમાં NH-56 માટે ₹647 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ₹500 કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે. તેમણે 77 વર્ષથી અટકેલા કાલાઆંબા-વાટી બ્રીજનો પ્રશ્ન હલ કરીને તેનું કામ શરૂ કરાવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભાજપ 7 માંથી 7 જિલ્લા પંચાયત અને 28 માંથી 28 તાલુકા પંચાયત બેઠકો જીતવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. સાંસદ ધવલ પટેલે કહ્યું કે, "ભરબપોરે કડક તાપમાં પણ ઉમટી પડતી ભીડ સાબિત કરે છે કે લોકોનો ભાજપ પર ભરોસો વધ્યો છે. આ વખતે કોંગ્રેસ અને AAP બંનેના ડિપોઝીટ ડૂલ થશે." બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપના પ્રચારને ખાળવા માટે 'માઈક્રો પ્લાનિંગ' શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અનંત પટેલે પીવાનું પાણી, જર્જરિત શાળાઓ, આંગણવાડી અને GEBના વીજળીના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર લડત ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું. તેમણે જૂના અનુભવી અને નવા યુવાન ચહેરાઓના સંયોજન સાથે મેદાનમાં હોવાનું અને 75%થી વધુ ડોર-ટુ-ડોર સંપર્ક પૂર્ણ કર્યો હોવાનું ઉમેર્યું. રાત્રે 11 વાગ્યા સુધી જનસભાઓ દ્વારા લોકોનો સીધો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ તાલુકા પંચાયતમાં વકરેલા ભ્રષ્ટાચાર અને 'નલ સે જલ' યોજનાની અનિયમિતતાઓને લોકો સમક્ષ ઉજાગર કરી રહી છે. ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, “અમે ગઢ બચાવવા નહીં પણ ગઢ યથાવત રાખવા લડીએ છીએ. ભાજપ ગમે તેટલા ડુંગરા ખૂંદે, પણ જનતા ન્યાય માટે લડનારાની સાથે જ રહેશે.”
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓએ મતદાનના શપથ લીધા:આગામી ચૂંટણી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    "He Called To Kiss My A**": Trump's Tim Cook Post Is All About Himself

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment