Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગી:અમદાવાદમાં ભાજપના પ્રચારમાં કાર્યકર્તાને માર પડ્યો; અખંડ દીવામાં હરામનું ઘી, તાકાત હોય તો બંદૂક લઈને આવો: અમૃતિયા

    18 hours ago

    ચૂંટણી આવતા જ નેતાજીના સૂર બદલાવા લાગે છે. આવું જ કંઈ ગોંડલમાં જોવા મળ્યું. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા જોવા મળ્યા. તેમણે માફી માંગતા કહ્યુ કે જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે કહ્યું હતું કે, ટિકિટ કાપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે. દેવાભાઈના પુત્ર સહિત ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે. આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોની ભારે નારાજગી છે. સરસપુર અશોક મિલની નવી ચાલી પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં ગયેલા કાર્યકર્તાને સ્થાનિક રહીશે તમારે ભાજપ વાળાએ અમારી ચાલીમાં પ્રચાર માટે આવવું નહીં કહી માર માર્યો હતો. રાષ્ટ્રવાદ પાછળ સમસ્યાનો ઢાંકપિછાડો કરતા કાર્યકરનો ઉધડો લીધો અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના ઉમેદવારોના વિરોધના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યા છે. જેમાં વધુ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સ્થાનિકો પોતાની સમસ્યાને લઇને ભાજપના ઉમેદવારને રજૂઆત કરી રહ્યા છે. ત્યારે એક ‘હોશિયાર’ કાર્યકર આ વાતચીત વચ્ચે આવીને ભારત માતા કી જય બોલીને સ્થાનિકોની રજૂઆતને કોરાણે મૂકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ‘જાગૃત્ત’ સ્થાનિકોએ રાષ્ટ્રવાદ પાછળ સમસ્યાનો ઢાંકપિછાડો કરતા કાર્યકરને ઓળખી તેનો બરાબરનો ઉધડો લઈ તેને ત્યાંથી રવાના કરી દીધો હતો. ‘ગત ચૂંટણીમાં પૈસા આપ્યા તો પણ 17 જ મત મળ્યા’ અમદાવાદમાં લાભા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનો એક વિવાદિત વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં ઉમેદવાર એવું બોલતા સંભળાઈ રહ્યા છે કે ગત ચૂંટણીમાં પૈસા આપ્યા તો પણ 17 જ મત મળ્યા હતા. તેમણે મંદિર બનાવવામાં પણ પૈસા આપ્યાનો સ્વીકાર કર્યો હતો. ત્યાં હાજર લોકોએ મંદિર પેટે આપેલા પૈસા પરત આપવાનું પણ કહ્યું, પરંતુ કાળુ ભરવાડ લોકોની વાત સાંભળ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે. અમદાવાદમાં ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો અમદાવાદમાં ચૂંટણીમાં હવે લવ જેહાદનો મુદ્દો સામે આવ્યો છે. AIMIM પાર્ટીના જમાલપુર વોર્ડના ઉમેદવાર અબ્દુલ અહદે જાહેર સભામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓ દ્વારા લવ જેહાદના મુદ્દે અમદાવાદના ચાર જેટલા મુસ્લિમ યુવકોને માર્યા છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. AIMIM પાર્ટીના ઉમેદવાર દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો અમે સફળ થઈ ગયા તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ગુંડાઓને પણ રોકીશું. તો સામે પક્ષે બજરંગ દળના નેતા જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં AIMIM પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે લવ જેહાદના મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ ચાર મુસ્લિમ યુવકોને માર્યા હતા ત્યારે હું કહેવા માગું છું કે એમના આંકડા ખોટા છે અમે 4 નહીં 400ને માર્યા છે અને બધાને નાગીન ડાન્સ પણ કરાવ્યો છે. AIMIMવાળાને કહેવા માગું છું કે જે પણ હિન્દુ બહેન દીકરીઓ સાથે લવ જેહાદનું ષડયંત્ર કરશે એની અમે આવી જ હાલત કરીશું. AIMIMના જે મુસ્લિમ નેતાઓ બની રહ્યા છે એમને હું કહેવા માગું છું કે જો તમારા સમાજના છોકરાઓની આટલી જ ચિંતા હોય તો હિન્દુ બહેન-દીકરીઓની આજુબાજુ પણ ફરે નહીં. જો હિન્દુ બહેન-દીકરીઓને ફસાવશો અને લવ જેહાદ કરશે તો માર ખાવાનું નક્કી છે. AAPના 'હવાલા કાંડ'માં ITની એન્ટ્રી સુરતમાં આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી હવાલા માર્ગે મોકલાયેલા કરોડો રૂપિયાના ફંડિંગમાં હવે ઈન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાણાંનો મુખ્ય હેતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ મતદારોને રોકડ વહેંચીને પ્રભાવિત કરવાનો અને ત્યારબાદ તે જ લોકો પાસે ચૂંટણીમાં બબાલ અને અશાંતિ ઊભી કરાવવાનો હતો. આ સમગ્ર સિન્ડિકેટ દિલ્હીથી ઓપરેટ થઈ રહી હોવાનું ખૂલતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ‘પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કર્યા હવે સુંદરકાંડ કરે છે’ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મોરચો સંભાળ્યો છે. પાટીદાર વિસ્તારમાં પ્રચાર દરમિયાન તેમણે વિપક્ષી નેતાઓ પર પ્રહારો કરતા કહ્યું કે, રેશનકાર્ડની દુકાને જઈ ધમકાવી 2,000 રૂપિયાનો હપ્તો નક્કી કરનારા અને લાચાર વિધવા બહેન ઘર ચલાવવા બે માળ બાંધતી હોય તો તેની પાસેથી 25,000 રૂપિયાની ઉઘરાણી કરનારા હલકા લોકોને તમારે મત દેવા છે? કાનાણીએ આક્ષેપ કર્યો કે પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચારના કાંડ કરનારા લોકો હવે મત મેળવવા માટે સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે. દમ હોય તો 27 બેઠકો બચાવીને બતાવો: પાટીલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં પાટીલે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો. દિવસભરની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    Blackpink’s Jisoo denies ties to brother accused of sexual assault; agency issues statment
    Next Article
    જામનગરમાં સજુબા સ્કૂલ પાસે ટ્રાન્સફોર્મરમાં આગ:PGVCL કર્મચારીઓએ જીવ જોખમે મૂકી મોટી દુર્ઘટના ટાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment