Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ગેરેજમાં ભીષણ આગ, રિપેરિંગ વાહનો ભસ્મ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, જાનહાનિ નહીં

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક ડારી ગામ તરફ જતા રસ્તા પર આવેલા એક ગેરેજમાં બપોરે અંદાજે 2 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજમાં રિપેરિંગ માટે મુકાયેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઉંમરભાઈ જીકાણીના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલા વાહનોમાં અચાનક આગ લાગતા જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના હરપાલસિંહ ખેર અને જતીન્દ્રસિંહ ગોહિલ સહિતના સ્ટાફે વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવી ટૂંકા ગાળામાં આગને કાબૂમાં લીધી હતી. ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના પરિણામે આસપાસની મિલકતોને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું. જોકે, આ ઘટનામાં રિપેરિંગ માટે આવેલી એક આઈ-20 કાર તેમજ ફિશ કંપનીની મચ્છીની બોગી સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી જતા ભસ્મીભૂત થઈ ગઈ હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે છે, જે અંગે પોલીસ તથા સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવી વડગામમાં સ્થાનિક ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા:કોંગ્રેસ અને AAP પર પ્રહારો કર્યા, વિકાસ કાર્યો ગણાવ્યા
    Next Article
    Delhi Police Busts 1 Lakh Fake ENO And 50,000 Nescafé Coffee Sachets From Illegal Factories

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment