Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મંત્રી અમૃતિયાનો પૂર્વ પ્રમુખને સણસણતો જવાબ:કહ્યું: 'અખંડ દીવામાં હરામનું ઘી, બંદૂક લઈને આવો' નિવેદનથી રાજકારણ ગરમાયું

    22 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટિકિટ કાપવાના મુદ્દે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. મંત્રી અમૃતિયાએ પૂર્વ પ્રમુખના 'અખંડ દીવા'ના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. દેવાભાઈ અવાડિયાનો 111 દિવસનો અખંડ દીવો બે દિવસ પહેલા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની ચૂંટણી સભામાં ટિકિટ કાપવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "ટિકિટ કપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે." દેવાભાઈના પુત્ર સહિત 4 લોકોને ભાજપની ટિકિટ ન મળતા તેઓ વોર્ડ નં. 1 માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મંત્રી અમૃતિયાનો જાહેર મંચ પરથી સણસણતો જવાબ આ નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ એક જાહેર સભાના મંચ પરથી સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "દીવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી. તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને, આ વેપારીનું ગામ છે." આ નિવેદન બાદ મોરબીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. 52 બેઠકો માટે 427 ઉમેદવારોની દાવેદારી મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભાજપમાંથી 427થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી અનેક આગેવાનોને ટિકિટ મળી ન હતી, જેના કારણે કેટલાક અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેટલાક શાંત થઈ ગયા છે. વોર્ડ નં. 1 માં અપક્ષ પેનલનું એલાન વોર્ડ નં. 1 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાના, તેમના પુત્ર અમિતભાઈ અવાડિયા અને તેમની જૂની પેનલના 3 સભ્યો માટે ભાજપ પાસે ટિકિટ માંગી હતી. જોકે, દેવાભાઈ, તેમના પુત્ર કે તેમની જૂની પેનલમાંથી કોઈને પણ ટિકિટ આપવામાં આવી ન હતી. આથી દેવાભાઈ અવાડિયાના પુત્ર સહિત કુલ 4 આગેવાનોએ અપક્ષ પેનલ બનાવીને વોર્ડ નં. 1 માંથી ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિવાદાસ્પદ નિવેદન મોરબીના વોર્ડ નં. 1 માં અપક્ષ ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વાવડી રોડ પર આવેલ સરદાર ચેમ્બર ખાતે બે દિવસ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા દેવાભાઈ અવાડિયાએ પોતાના વિસ્તારમાં કરેલા કામોની યાદી રજૂ કરી હતી અને ત્યારબાદ ટિકિટ કપાવવા બાબતે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું
    Click here to Read More
    Previous Article
    ક્રેટા લઈને ક્રેટા ચોરવા આવ્યા, CCTV:અમદાવાદમાં કાર ચાલું ન થતા તસ્કરો ધક્કો મારી ચોરી ગયા
    Next Article
    SHOCKING! Gujarat ATSએ ઝડપેલા બે દેશના ગદ્દારની તપાસમાં ઘટસ્ફોટ | Crime News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment