Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હર્ષ સંઘવી હીરા વેપારીઓને ધમકી આપે છે’:ગોપાલ ઇટાલિયાએ ડાયમંડ બુર્સને લઈને ભાજપ પર સાધ્યું આકરું નિશાન; કહ્યું-વિચાર્યા વગરના આયોજનથી ડાયમંડ બુર્સ ખાલી

    2 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 3માં આયોજિત એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુરત ડાયમંડ બુર્સના મુદ્દે સરકારની નીતિ અને આયોજન પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, કોઈ પણ પરામર્શ વગર લીધેલા નિર્ણયોને કારણે આજે કરોડોનું આંધણ થયા છતાં વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. 4000 કરોડનો ખર્ચો પણ આયોજન શૂન્ય: ઇટાલીયા ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ પાસે કોઈ આયોજન જ નથી. 4000 કરોડના તોતિંગ ખર્ચે સુરત ડાયમંડ બુર્સ બનાવી તો દીધું, પણ બનાવતા પહેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનુભવી માણસો સાથે મીટિંગ કરવાની તસ્દી ન લીધી. જો 50 જેટલી મીટિંગો કરીને વેપારીઓના સૂચનો લીધા હોત, તો આજે આ ડાયમંડ બુર્સ ખાલી ન હોત. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર 'હું સૌથી મહાન' દેખાડવાની લ્હાયમાં બિલ્ડિંગ ઊભું કરી દેવાયું છે. હર્ષ સંઘવી પર ધમકી આપવાનો આક્ષેપ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ લીધા વગર કે પ્રત્યક્ષ ઉલ્લેખ સાથે ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, હવે વેપારીઓને ધમકી આપવામાં આવી રહી છે કે ઓફિસો ત્યાં લઈ જાવ, નહીંતર જોઈ લેવામાં આવશે. મહિધરપુરા અને મિની બજારમાં જઈને વેપારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે, જો આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જ નથી, તો વેપારીઓ ત્યાં જઈને શું કરે? ‘ફ્લાઇટ નથી, હોટેલ નથી, હીરા વેચવા ક્યાં?’ ઇટાલિયાએ પાયાની સુવિધાઓ અંગે સરકારને ઘેરતા કહ્યું હતું કે, ડાયમંડ બુર્સ તો બનાવી દીધું, પણ હોંગકોંગ, દુબઈ, અમેરિકા કે કેનેડાની સીધી ફ્લાઇટ ક્યાં છે? ત્યાં ફાઈવ સ્ટાર હોટલો કે જ્વેલરીની મોટી કંપનીઓનું કનેક્શન ક્યાં છે? ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વગર હીરા કેવી રીતે વેચાશે? જો કોઈ ડાહ્યા માણસને પૂછ્યું હોત તો તે આ ધંધો ન કરવાની સલાહ આપત. ‘ડાહ્યો માણસ પૂછીને નિર્ણય લે, ગાંડો નિર્ણય લીધા પછી પૂછે’ પોતાની આગવી શૈલીમાં કટાક્ષ કરતા ઇટાલીયાએ કહ્યું કે, ડાહ્યો માણસ હંમેશા સૌની સલાહ લઈને નિર્ણય લે છે, જ્યારે ગાંડો માણસ પહેલા નિર્ણય લઈ લે છે અને પછી ગામમાં પૂછવા જાય છે કે મેં બરાબર કર્યું ને? ભાજપની હાલત પણ કંઈક આવી જ છે. અમે લોકોને પૂછીને કામ કરીએ છીએ: AAP અંતમાં તેમણે આમ આદમી પાર્ટીની કાર્યપદ્ધતિના વખાણ કરતા જણાવ્યું હતું કે, અમે ભલે નવી અને નાની પાર્ટી છીએ, પણ અમે લોકો સાથે હળી-મળીને અને તેમને પૂછીને નિર્ણયો લઈએ છીએ. એટલે જ આજ દિન સુધી અમારો કોઈ નિર્ણય ખોટો પડ્યો નથી કે અમારે પાછા પડવાની નોબત આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ઘર વાપસી કરનાર ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાનું નિવેદન:'તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે'
    Next Article
    Kajal Maheriya Marriage Controversy | ગુજરાતની વધુ એક લોક ગાયિકાના પ્રેમ લગ્નનો વિવાદ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment