Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘર વાપસી કરનાર ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાનું નિવેદન:'તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે'

    2 days ago

    તાજેતરમાં જ ભાજપમાં ઘર વાપસી કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા પૂર જોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. આ દરમિયાન છાણી ટીપી 13માં પ્રચાર વખતે લોકો સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે. આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટ્સમાં પણ સાત-આઠ- દશ ઘર જ મુસ્લિમ લોકોના છે. આપણા લોકો સાત આઠ મુસ્લિમ લોકોથી ઘરથી ડરતા હોય છે. જ્યારે આપણા 500 ઘર હોય તો પણ ડરતા નથી. આપણી વચ્ચે છાતી ખોલીને આવે છે. એ લોકો 5થી 7 લોકો આપણી વચ્ચે રહેવા આવે તો પણ કેવું કરીશું, શું કરીશું. આવું કરતા હોય છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ અશાંત ધારાનો કાયદો લાવી છે. એ આવા લોકોને પાઠ ભણાવવા માટે છે. TP 13માં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે.આ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપ એ રામ સંત લોકોની પાર્ટી છે. અહીંના ઉમેદવારોએ વિસ્તાર માટે ખૂબ જ પરસેવો પાડ્યો છે. તેમની ખાતરી હું આપું છું. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ 19માંથી જીત્યા હતા. મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવાના વિવાદમાં તેઓ ચર્ચામાં આવ્યા હતા અને ભાજપે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Arrest news on Pawan Khera LIVE : कांग्रेस नेता Pawan Khera को Guwahati अदालत ने क्या कहा? | Himanta
    Next Article
    ‘હર્ષ સંઘવી હીરા વેપારીઓને ધમકી આપે છે’:ગોપાલ ઇટાલિયાએ ડાયમંડ બુર્સને લઈને ભાજપ પર સાધ્યું આકરું નિશાન; કહ્યું-વિચાર્યા વગરના આયોજનથી ડાયમંડ બુર્સ ખાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment