Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું:આંખમાં ઈજા થતાં ઓપરેશન કરાયું, અમદાવાદમાં ઈસનપુર પબ્લિક સ્કૂલની ઘટના

    2 days ago

    દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. અમદાવાદ શહેરના નારોલ-વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેનું આપરેશન કરાયું છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ‘વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી. જેને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇસનપુર પબ્લિક સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ક્લાસરૂમમાં આ ઘટના બની નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસની બહાર કોઈ ઝઘડો થયો હોઈ શકે. આંખમાં પરિકર જેવું સાધન મારવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મદદનીશ શાસન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પોલીસ તપાસમાં સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અદાવાદના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા-પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેની આંખમાં મારી દીધું હતું. ‘વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો’ આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ‘આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ’ વિદ્યાર્થીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધો-8માં અભ્યાસ કરતા બે બાળકો ઝઘડી રહ્યા હતા અને તેના મિત્રના ઝઘડામાં મારો પુત્ર છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. તેમાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બેન્ચ પર ચડીને મારા પુત્રને આંખમાં પરિકર માર્યું હતું. એક આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ છે. હાલમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે. છોકરી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. આંખમાં ઈજા થઈ છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની: PI નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.અગ્રાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચાર સગીરનો SSCના વિદ્યાર્થી પર રેમ્બો છરીથી હુમલો 16 માર્ચ, 2026એ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી હતી, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી હતી. આ હુમલાને કારણે તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નહોતો. વાંચો સંપૂર્ણ સમાચાર 16 માર્ચ, 2026એ અમદાવાદમાં ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી અમદાવાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના, CCTV ગુંડાઓને શરમાવે તેવી ધો.10ના વિદ્યાર્થીઓની કરતૂત અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની હતી. 19 જાન્યુઆરી સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની બહેને આક્ષેપ કર્યા હતો કે, ભાઈને માથામાં વધારે વાગ્યું છે, પણ સ્કૂલે પટ્ટી પણ સરખી બંધાવી નથી. જો તેના મિત્રએ છરી ન પકડી હોત અને મર્ડર થયું હોત તો શું કરત?વાંચો સંપૂર્ણ સમાચાર નવસારીની SGM સ્કૂલની બહાર થઈ અમદાવાદવાળી; એક વિદ્યાર્થી કાતર લઈ તૂટી પડ્યો 26 નવેમ્બર, 2025ના નવસારીની SGM સ્કૂલની બહાર અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી હતી. જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જે દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી હતી. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: 'સેવન્થ ડે'ની પોલ ખોલતો વીડિયો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, પહેલીવાર સામે આવ્યા CCTV શું હતો સેવન્થ-ડે સ્કૂલનો સમગ્ર મામલો? 19 ઓગસ્ટ, 2025ના દિવસે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના CCTV સામે આવ્યા હતાં. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો આ પણ વાંચો: સ્ટુડન્ટના પેટમાં છરી નહીં, ફિઝિક્સનું સાધન ભોંક્યું: નજરે જોનારનો દાવો આ પણ વાંચો: સ્કૂલ સ્ટાફને માર મારી બેફામ તોડફોડ, સેવન્થ ડે સ્કૂલના ધો.8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ વણસી હતી
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 550 પોઈન્ટ વધીને 79,000ને પાર પહોંચ્યો:નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઉછાળો; રિયલ્ટી અને ઓટો શેર્સ સૌથી વધુ વધ્યા
    Next Article
    જયરાજસિંહ જાડેજાએ માફી માંગી:સુરતમાં પાટીલની AAPને ચેલેન્જ, દમ હોય તો 27 બેઠકો બચાવીને બતાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment