Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું:અમદાવાદમાં ઈસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થી વચ્ચે મારામારી

    2 days ago

    દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે. શહેરના નારોલ- વટવા રોડ પર આવેલી ઇસનપુર પબ્લિક સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કલાસરૂમમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના પિતાએ સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ‘વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી. જેને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી-1 અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્મા પાસે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં ક્લાસરૂમમાં આ ઘટના બની નથી. બે વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસની બહાર કોઈ ઝઘડો થયો હોઈ શકે. આંખમાં પરિકર જેવું સાધન મારવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મદદની શાસન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને પોલીસ તપાસમાં સમગ્ર હકીકત અને સત્ય બહાર આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો શહેરના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢ્યું હતું અને તેના આંખમાં મારી દીધું હતું. ‘વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો’ આંખમાં પરિકર મારતાની સાથે જ સ્કૂલના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને શિક્ષકોને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેના માતા પિતા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પૂછતા બે વિદ્યાર્થીઓ ઝઘડતા હતા અને તેમને વચ્ચે છોડાવવા પડતા આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા નારોલ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. નારોલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ‘આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ’ વિદ્યાર્થીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ.8માં અભ્યાસ કરતા બે બાળકો ઝઘડી રહ્યા હતા અને તેના મિત્રના ઝઘડામાં મારો પુત્ર છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો તેમાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં બેન્ચ પર ચડીને મારા પુત્રને આંખમાં પરિકર માર્યું હતું. એક આંખના ઉપરના ભાગે અને અંદરના ભાગે ઈજા થઈ છે. હાલમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે. છોકરી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. આંખમાં ઈજા થઈ છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની: PI નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.અગ્રાવતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    Manipur Earthquake: Earthquakes hit Myanmar, Manipur
    Next Article
    કેરીનો રસ-પનીર સબ્જી ખાધા બાદ 400થી વધુ લોકોની તબિયત લથડી:દાહોદમાં લગ્નપ્રસંગે જમણવાર બાદ ઝાડા-ઊલટી થવા લાગ્યા, આરોગ્ય વિભાગ દોડતું થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment