Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં નણંદને ભાભીની શુભેચ્છા:અમદાવાદમાં ભાજપનો વિરોધ અને વડોદરામાં 'બિનહરીફ'ના દાવાઓ

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતના રાજકીય મંચ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ તીવ્ર બન્યો છે. ગઈકાલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક નણંદ-ભાભી વચ્ચેની રાજકીય સૌજન્યતા જોવા મળી, તો ક્યાંક ભાજપના નેતાઓ વિરોધનો સામનો કરતા જોવા મળ્યા હતા. રાજકીય રણમેદાનમાં આક્રમક દેખાયા રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ ચૂંટણીમાં નણંદ-ભાભીના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા પોતાના નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી હતી. જોકે, રાજકીય રણમેદાનમાં તેઓ આક્રમક દેખાયા હતા. રીવાબાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "મને ભાજપના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે, 26 તારીખે ભાજપની પેનલને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે." સામે પક્ષે નયનાબાએ ભાભીની શુભેચ્છાનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું હતું કે, "જીત કોની થશે એ તો 28 તારીખે પરિણામો જ નક્કી કરશે." હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત વડોદરામાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના અંદાજમાં એક વિવાદાસ્પદ શેખી મારી હતી. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, "હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત, પરંતુ આપણે તો લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવી છે." તેમના આ નિવેદનને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે કવાયત કરી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ આકરા તેવર સાથે મેદાનમાં ઉતરી છે. આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે આવનારા પરિણામો જ નક્કી કરશે કે જનતા કોના પર વધુ ભરોસો મૂકે છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 : From training in canvas shoes to repeating IPL heroics, Mumbai Indians’ pacer Ashwani Kumar restarts once again
    Next Article
    વોર્ડ-8માં સાસુ 'આપ'માં તો વહુ 'ભાજપ'માં:રાજકીય ગરમાવા વચ્ચે વહુએ કહ્યું- ઘરના બધા જ કામ કરી પ્રચારમાં જાઉં છું, સાસુ એમની રીતે ને હું મારી રીતે લડું છું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment