Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ:ભાવનગર બંદર મરણપથારીએ

    13 hours ago

    ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના બારમાસી બંદર ભાવનગર પોર્ટની હાલત ક્ષીણ થઇ રહી છે. બેસિનની અંદર છેલ્લા 6 માસથી ડ્રેજીંગ બંધ હાલતમાં હોવાને કારણે દરિયામાંથી ઢસડાઇને આવતા કાંપના ઢગલા થવા લાગ્યા છે, ઓટના સમયે જો લોકગેટ ખુલ્લો હોય તો બેસિન ખારના મેદાન જેવી લાગવા લાગે છે. ભાવનગર નવા બંદર પર 2210 મીટરનો ક્વે છે, જેમાં નોર્થ ક્વે અને કોંક્રિટ જેટી વિસ્તાર આવેલા છે. ભરતી અને ઓટની અસર બેસિનની અંદર કાર્યરત બાર્જના ઓપરેશન પર પડે નહીં તેના માટે લોકગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકગેટની અંંદર બેસિન વિસ્તારમાં માલવાહક બાર્જ આસાનીથી કાર્યરત રહે તેના માટે સતત ડ્રેજીંગ કરવામાં આવે તેવી વ્યવસ્થા હોય છે, પરંતુ 6 માસથી બેસિનની અંદરનું ડ્રેજીંગ કાર્ય કરી રહેલા કટર સક્શન ડ્રેજર ક્રિષ્નામણીમાં તકનીકી સમસ્યાઓ સર્જાતા તેની ક્ષમતા મુજબનું કામ કરવામાં અસક્ષમ છે. જ્યારે હોપર બાર્જ માત્ર ચેનલમાં ક્ષુલ્લક ડ્રેજીંગ કરે છે, જે સમગ્ર બેસિન માટે પર્યાપ્ત નહીં હોવાને કારણે કંાપના થર સતત વધતા જ ગયા છે, અને અત્યારે હાલત એવી છે કે ઓટના સમયે 1200થી 1500 ટન માલ ભરેલા બાર્જને પણ બેસિનમાં કામ કરવા માટે મુશ્કેલી નડે છે. ડ્રેજીંગની સમસ્યાથી ભાવનગર બંદર લાંબા સમયથી પિડાઇ રહ્યું હોવા છતા તેનો કાયમી અને વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી. તાજેતરમાં પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના ચિફ સેક્રેટરી હરિત શુક્લાની ભાવનગર પોર્ટની મુલાકાત દરમિયાન સબ સલામતના દ્રશ્યો ઉભા કરાયા હતા. ડ્રેજિંગ મટિરિયલ ડિસ્ચાર્જની લાઇન બદલાય છે ભાવનગર નવા બંદરની બેસિનમાં અગાઉ નોર્થ ક્વે તરફ ડ્રેજીંગ મટિરીયલ ડિસ્ચાર્જની લાઇન હતી, જ્યાં હવે સીએનજી ટર્મિનલ સહિતની કામગીરી શરૂ થવાની હોવાથી આ લાઇનનું શિફ્ટિંગ કામ ચાલુ છે, અને સમગ્ર લાઇન અકવાડા જેટીથી આગળ લઇ જવાની છે. હાલ હોપર બાર્જથી મર્યાદિત ડ્રેજીંગ થાય છે. > ઇશ્વર મઢીયા, ડિવિઝનલ એન્જીનિયર, જીએમબી
    Click here to Read More
    Previous Article
    ભાવનગર એસ.ટી. ડિવિઝનના તંત્રવાહકોનો કડક મિજાજ:એસ.ટી. ડેપોમાં ગંદકી ફેલાવતા 256 મુસાફરોને ફટકારાયો દંડ
    Next Article
    સિટી એન્કર:એમ્બ્યુલન્સ ચાલકના સૂચનથી 74 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment