Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ટેટુની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:પોલીસે એક આરોપીની ધરપકડ કરી, રૂ. 2.56 લાખનો મુદ્દામાલ જપ્ત

    15 hours ago

    ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે શીતલ સર્કલ પાસે આવેલી “શિવા ટેટુ” નામની દુકાનમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે શિવા ટેટુ દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 252 બોટલ અને પાઉચ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 2,51,175 છે, તેમજ રૂ. 5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,56,175નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દીપક ઉર્ફે બોબી જેસીંગ વિરાસ (ઉંમર 45, રહેવાસી ફાટા તળાવ, રાણા પંચની વાડી, ભરૂચ)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે PM મોદી ગુજરાતમાં:સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે, ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમની ભેટ, ડીસામાં જાહેર સભા
    Next Article
    રાજકોટમાં કોંગ્રેસે ભાજપની પાપની પોથીનું પોસ્ટર બતાવ્યુ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ હવે કોંગ્રેસ ઘરે ઘરે જઈ લોકોની સમસ્યા સાંભળી ઉજાગર કરશે, કોર્પોરેશનમાં 2015 માં 4 સીટની ચૂક હવે પૂર્ણ કરવાનો નિર્ધાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment