Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોષ:મોરબીમાં વાર્ષિક પરીક્ષા દરમિયાન અનેક બિનશૈક્ષણિક કામગીરી સોંપાતા શિક્ષકો ખફા

    2 days ago

    મોરબી સહિત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હોય ત્યારે સમગ્ર વર્ષ દરમ્યાન અનેકવિધ બિનશૈક્ષણિક કામગીરીઓ, અનેક ઉત્સવોની ઉજવણી વચ્ચે વિદ્યાર્થીઓને ભણાવવા તો નથી દીધાં અને હવે વાર્ષિક પરીક્ષા સરખી રીતે નથી લેવાં દેતાં તેવી ફરિયાદ સાથે સરકારની જોહુકમીથી ખફા થઈ ગયો છે. શિક્ષકોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ કર્મયોગી પોર્ટલમાં ઓનલાઈન તાલિમ લેવી, સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓની લીધેલ બે ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્ર પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના પેપરો ચકાસી પ્રશ્નવાઈઝ માર્કની ઓનલાઈન એન્ટ્રીની 29 કોલમ અપલોડ કરવી, પરિણામો તૈયાર કરવા, વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ, આખું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થઈ ગયું ત્યારે વિદ્યાર્થીઓની સ્વ-અધ્યયન પોથીઓ સમગ્ર શિક્ષા અભિયાન- ગાંધીનગરથી આવતા કલસ્ટર કક્ષાએથી લેવા જવી, સ્થાનિક સ્વ-રાજ્યની ચૂંટણીની કામગીરી, તેમાંય ગાંધીનગર શિક્ષણ વિભાગમાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટી. અંગ્રેજી, ગુજરાતી બંને ભાષામાં આપવાનું ફરમાન થયું છે, પણ જે એલ.સી.બુકનો, વયપત્રક રજીસ્ટરનો નમૂનો છે એમાં વિદ્યાર્થીઓની માહિતી ગુજરાતીમાં છે, નવી એલ.સી.બુક પણ ફાળવાઇ નથી. પરિપત્રમાં આપેલા નમૂના પ્રમાણે એલ.સી.માં માતાનું નામ, આધારકાર્ડ મુજબ નામ, વતન, બેંક એકાઉન્ટ નંબર, યુઆઈડી નંબર અપાર આઈડી વગેરે ગુજરાતીમાં અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવાની સુચના આપવામાં આવી છે. પ્રથમ સત્ર આખું મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ગયું એમાં વળી અમુક જિલ્લામાં ડીપીઈઓ આચાર્યો પાસેથી એવા પ્રમાણ પત્ર માંગી રહ્યા છે કે ધોરણ એકથી પાંચમા 800 કલાક અને ધો.6 થી 8 માં 1000 કલાક શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય થયું છે એની ખાત્રી બદલ પ્રમાણપત્ર લખી આપવું,અરે, એકબાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયની અનેક કામગીરીઓમાં જોતરી દેવામાં આવે છે અને બીજી બાજુ આવા પ્રમાણપત્ર માંગવામાં આવે છે એ કેટલું વ્યાજબી છે ? સતત બે માસ સુધી બીએલઓએ ઘરે ઘરે ફરી મતદાર યાદી સઘન સુધારણાની કામગીરી કરી છતાં બીએલઓને ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસરના હુકમો આપી દીધા છે,શિક્ષકો દિવાળી વેકેશનમાં મતદારયાદી સુધારણા કામગીરીના કારણે ફરવા જઈ શક્યા નહીં, ઉનાળુ વેકેશનમાં વસ્તી ગણતરી કામગીરીના કારણે પણ શિક્ષકો ફરવા નહિ જઈ શકે
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આપ્યા નિર્દેશ:‘ગરમીમાં ભીડ નિયંત્રિત કરવા મોડી રાતથી સવાર સુધી ટ્રેન ચલાવો, હોલ્ડિંગ એરિયાની ક્ષમતા 10 હજાર કરાશે’
    Next Article
    Ground Report |ચૂંટણીમાં આર-પારની લડાઈ |અખાત્રીજની માન્યતા, કેવું રહેશે ચોમાસું ?|Prime Time |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment