Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિટ એન્ડ હીટ:સવારની વોક: થોડો સમય પોતાને માટે!

    3 days ago

    સવારનો સમય ઘણી મહિલાઓ માટે દિવસનો સૌથી શાંત અને સુંદર સમય હોય છે. દિવસ શરૂ થાય તે પહેલાં થોડું ચાલવું એટલે માત્ર વ્યાયામ નહીં, પરંતુ પોતાને માટેનો એક નાનો ‘મી ટાઈમ’ પણ બની શકે. દરેક મહિલાનું જીવન અલગ છે. કોઈ વર્કિંગ વુમન છે, કોઈ ઘર સંભાળતી હાઉસવાઈફ છે, તો કોઈ Gen-Z યુવતી છે જે અભ્યાસ, કારકિર્દી અને સપનાઓ વચ્ચે સંતુલન જાળવી રહી છે. પરંતુ એક વાત બધામાં સામાન્ય છે… દિવસની ભાગદોડ પહેલાં થોડો સમય પોતાને માટે જોઈએ. વર્કિંગ વુમન માટે સવારની વોક ઘણી વાર દિવસની ગતિને સેટ કરી દે છે. ઓફિસ મીટિંગ, ડેડલાઈન અને ટ્રાફિક પહેલાં થોડું ચાલવાથી મન હળવું થઈ જાય છે. ઘણા લોકો માટે આ સમય ફોનથી દૂર રહીને વિચારો ગોઠવવાનો સમય બની જાય છે. ક્યારેક તો નવી આઈડિયા પણ આ શાંત પળોમાં જ જન્મે છે. હાઉસવાઈફ માટે આખો દિવસ ઘરકામ, પરિવાર અને જવાબદારીઓથી ભરેલો હોય છે. સવારની વોક એ સમય બની શકે છે જ્યારે કોઈ બોલાવતું નથી, કોઈ કામ રાહ નથી જોતું. બસ ખુલ્લું આકાશ, તાજી હવા અને પોતાના વિચારો. ઘણી મહિલાઓ માટે આ વોક મિત્ર સાથેની નાની વાતચીત, હસવાનું કારણ કે ક્યારેક દિવસનો સૌથી ખુશ સમય બની જાય છે. અને Gen-Z યુવતીઓ માટે તો વોક થોડું ‘મૂડ રીસેટ’ જેવું છે. હેડફોનમાં મનપસંદ ગીતો અને આસપાસનું કુદરતી વાતાવરણ. કોઈ સોફ્ટ મ્યુઝિક, કોઈ એનર્જેટિક પ્લેલિસ્ટ અથવા મનગમતું પોડકાસ્ટ. સવારની વોકને પોતાનું બનાવવાની ઘણી રીતો છે. સંગીત પણ વોકને વધુ રસપ્રદ બનાવી શકે છે. કોઈ દિવસ જૂના ગમતા ગીતો, કોઈ દિવસ નવા ટ્રેન્ડિંગ ટ્રેક, તો ક્યારેક માત્ર પક્ષીઓનો કલરવ અને પવનનો અવાજ. દરેક સવારનો માહોલ થોડો અલગ હોય છે. ક્યારેક ઠંડકભરી હવા, ક્યારેક સૂર્યોદયના રંગો, તો ક્યારેક રસ્તા પર મળતા ઓળખીતા ચહેરાઓ. સવારની વોકનો ખાસ લાભ એ છે કે તે મનને હળવું રાખે છે. દિવસની શરૂઆતમાં થોડું ચાલવાથી મન પ્રસન્ન રહે છે અને ઊર્જા પણ વધુ લાગે છે. કદાચ આ કારણ છે કે ઘણી મહિલાઓ માટે આ માત્ર વોક નહીં, પરંતુ પોતાને સાથે પસાર કરેલો એક નાનો ખુશીના પળોનો સમય બની જાય છે. ચાલવા માટે હળવા અને આરામદાયક શૂઝ પસંદ કરો, જેથી લાંબા સમય સુધી ચાલતાં પગમાં થાક ન લાગે. શૂઝની સોલ સોફ્ટ અને કુશનવાળી હોવી જોઈએ. સાથે જ, શૂઝમાં સારી ગ્રિપ હોવી જરૂરી છે જેથી સ્લીપ થવાનો ખતરો ઓછો થાય. ખાસ કરીને વોકિંગ માટે ડિઝાઇન કરેલા સ્પોર્ટ્સ શૂઝ વધુ લાભદાયી રહે છે. ક્યારેક માત્ર 20 મિનિટ ચાલવું પણ આખા દિવસની અંદરની ઊર્જા બદલાવી શકે છે. તેથી સવારની વોકને કડક નિયમ તરીકે નહીં, પરંતુ પોતાને ગમતો એક નાનો રિવાજ બનાવી શકાય, જ્યાં થોડું ચાલવું, થોડું સંગીત અને થોડું સ્મિત દિવસની સુંદર શરૂઆત બની જાય.
    Click here to Read More
    Previous Article
    પ્રવાસ:વિયેનાની સફર
    Next Article
    બ્યૂટી:શું તમે ઉનાળામાં અંડરઆર્મ્સની દુર્ગંધથી પરેશાન છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment