Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસ:વિયેનાની સફર

    3 days ago

    ડૉ. નિધિ શેંદુર્નીકર-તેરે મોભાગ બીજો ટા ભાગના પ્રવાસીઓ અહીંયાની સુંદર અને શાંત ગલીઓમાં ચાલવાનું પસંદ કરે છે. Hallstallમાં લાકડાનાં સરસ મજાના ઘરો, દુકાનો અને કેફે છે. એક કપ હૉટ ચોકલેટ અને સ્થાનીય ડીશ એપલ સ્ટ્રુડલ ખાવાનું ન ભૂલતા. સાથે સાથે તળાવના કિનારે આવેલું અદભુત પ્રાકૃતિક દૃશ્ય માણી શકો છો. ગમે તો સ્થાનીક વાનગીયો જેમ કે પેસ્ટ્રી જરૂર ખાજો! Hallstallમાં જાણે સમય અટકી જાય છે, મન શાંત અને હળવું થઈ જાય છે. તમે અહીંયા સરસ મજાના યુરોપિયન સ્ટોલ, જેકેટ, સ્વેટર ખરીદી શકો છો. અમારો સાલ્ઝબર્ગનો પ્રવાસ અહીં પૂરો થયો. મહત્ત્વનું જણાવીએ તો સાલ્ઝબર્ગમાં સાધારણ સીટિ ટેક્સ ભર્યા બાદ અમારી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસ અને ટ્રેનની મુસાફરી તદ્દન મફત હતી. ટેક્સ ભર્યા પછી આવી સગવડો શહેરીજનો અને પ્રવાસીઓ માટે લાભદાયક છે અને યુરોપની આ તંત્ર વ્યવસ્થા અને સરકારની નાગરિકો પ્રત્યેની જવાબદારી વખાણાય એવી છે. સાલ્ઝબર્ગ આવ્યા છો અને મોઝાર્ટના બે ઘર ના જુઓ એવું કેમ ચાલે? એક જ્યાં તેમનું જન્મ થયું અને બીજું જ્યાં તેઓ ઉછર્યા. સાલ્ઝબર્ગ શહેરના જૂના ભાગમાં સ્થિત મોઝાર્ટનું ઘર એક ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેઝ સાઈટ’ છે. મોટા ભાગે યુરોપમાં જાહેર પરિવહનની સેવાઓ ઉત્તમ, શહેરના એક ભાગને બીજા ભાગથી સારી રીતે જોડી રાખનારી, સસ્તી, કાર્યદક્ષ અને સુરક્ષિત છે. જાહેર પરિવહનમાં પ્રવાસ કરવાથી સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાનો અવસર મડે છે જેના થકી આપડે યુરોપિય સંસ્કૃતિ વિશે જ્ઞાન મેળવી શકાય. એક ન ભુલાય તેવો અનુભવ પણ થયો. રોજ સવારે હોટેલથી નીકળતાની સાથે અમને કયા નંબરની બસ લેવી એવી મૂંઝવણ થતી. પણ અમારા હોટેલની નજીક જ એક કેફેની બહાર બેસેલ એક વૃદ્ધ લોકોના ગ્રુપએ અમને મદદ કરી. એ રોજ અમારું પ્રેમ અને સહજતાથી માર્ગદર્શન કરતા. દિવસના અંતે પાછા ફરીએ ત્યારે પણ આ જ મિત્રોનું ગ્રુપ અમને મળતું અને અમારા પ્રવાસ વિશે પૂછતું. એમને જોયા બાદ ખ્યાલ આવ્યો કે આ નિવૃત્ત લોકો જિંદગીને સરસ રીતે જીવી રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે. ટૂરનો છેલ્લો/અંતિમ પડાવ એટલે કે ઓસ્ટ્રિયાની રાજધાની-વિયેના, જ્યાં અમે બે દિવસ રહ્યાં. વિયેનાની ભવ્ય ધરોહર, ઈમારતો, મોટા રસ્તાઓ, મ્યુઝિયમ અને અહીંયાના ઓપેરા હાઉસ તમને મંત્રમુગ્ધ કરી મુકશે. યુરોપના અન્ય મોટા શહેરોની જેમ જ અહીંયા ચાલીને ફરવું, હૉપ ઓન હૉપ ઓફ બસ લેવી અને ચોક્કસપણે એક ઓપેરા પ્રસ્તુતી જોવી. બે કલાકની ડેન્યુબ રીવર ક્રૂઝ પણ તમે માણી શકો છો જે તમને શહેર દર્શન કરાવશે. જો તમને એક મોટા પણ સુવ્યવસ્થિત શહેરનો અનુભવ લેવો હોય તો એ તમને વિયેનામાં મળશે. ઘણા ભારતીયો પણ અહીંયા વસેલા છે. શૉનબ્રુન (schonbrunn) પેલેસ જ્યાં 1441 રૂમ છે એ ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેઝ સાઈટ’ છે. વિયેનામાં ખાવાના શોખીન/ખાવાની રુચી રાખવાવાળા લોકો માટે શાકાહારી ફલાફલ/બર્ગર મળી રહેશે. સાથે જ લોકલ માર્કેટમાં ખરીદારીનો અનુભવ યાદગાર છે. વિશ્વનાં 19 દેશો ફર્યા પછી પણ મને એક પ્રવાસી તરીકે યુરોપ માટે અલગ પ્રકારની લાગણી છે. અમારો આ પ્રવાસ અંત્યત સુખદ અને ક્યારેય ના ભૂલાય એવો રહ્યો. યુરોપ ફરવાની મજા જ અલગ/નિરાળી છે. અહીંયા તમને ઘણું શીખવા મળશે. યુરોપિય સંસ્કુતિનો પરિચય થશે. દુનિયા જોવાની ઈચ્છા રાખવાવાળા લોકોએ યુરોપ ટ્રિપ જરૂરથી કરવી. અહીંયા તમને આદર્શ શહેરો, જાહેર જગ્યાઓ, સિસ્ટમ જ નહીં એક આદર્શ જીવન જીવવાના પાઠ પણ મળશે.
    Click here to Read More
    Previous Article
    પરખ:તમે બીક અને ફોબિયાનો ફરક જાણો છો?
    Next Article
    ફિટ એન્ડ હીટ:સવારની વોક: થોડો સમય પોતાને માટે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment