Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાએ કામધંધો કરવા બાબતે ઠપકો આપતા યુવકનો આપઘાત:એરપોર્ટ ફાટક નજીક પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઇકને ઠોકર મારી નાસી છૂટ્યો, સદનસીબે જાનહાનિ થતા અટકી

    10 hours ago

    રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટ શહેરના એરપોર્ટ ફાટક નજીક આવેલ સ્વસ્તિક સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવેલ કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ નાસી છુટતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત સર્જી કાર ચાલક માનવતા દાખવાના બદલે બાઈક ચાલક યુવકને સારવાર અર્થે ખસેડવા બદલે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જોકે, સદનસીબે અકસ્માતના પગલે બાઈક ચાલકને કોઈ ગંભીર ઇજા થવા પામી ન હતી પરંતુ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બપોરના 2 વાગ્યા આસપાસ બાઈક ચાલક શેરીમાંથી મુખ્ય રસ્તા તરફ વળાંક લઇ આગળ વધી રહ્યો છે અને અચાનક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પિતાએ ઠપકો આપતા યુવકનો આપઘાત રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક નજીક શિવાજીનગરમાં રહેતા કિશન ઓળકિયા નામના યુવકે ગઇકાલે સાંજના 6 વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલી તપાસમાં મૃતક યુવાન અપરિણીત હતો અને કોઈ કામધંધો ન કરતો હોવાથી પિતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા આધેડનું મોત ગંજીવાડામાં પહેલા માળેથી પડી ગયેલા જીતેન્દ્રભાઈ રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ રાઠોડ (ઉં.વ.49) ગત તા.18.04.2026ના રોજ પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળથી પડી જતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જી.ટી.શેઠ હોસ્પિટલમાં દાખલ થયા હતા અહીંયા સારવાર બાદ રજા લઈ પોતાના ઘરે સારવાર લેતા હતા દરમિયાન આજરોજ સવારે 6.45 વાગ્યે તબિયત લથડતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. ગાંજાના જથ્થા સાથે પાન-બીડીનો ધંધાર્થી પકડાયો ગાંધીગ્રામ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એસ.કે. ચોકની બાજુમા ગંગેશ્વર મહાદેવ મંદિર વાડી શેરીમા એક શખ્સ આવવાનો છે તેના કબ્જામાં ગાંજાનો જથ્થો છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં રહેલ શખ્સને અટકાવી તેનું નામ પુછતા નરસિંહ નાગર (ઉ.વ.45) જણાવ્યું હતું. પોલીસે તલાસી લેતા તેની પાસેથી રૂ.16 હજારની કિંમતનો 320 ગ્રામ ગાંજો મળી આવતા ધરપકડ કરી પુછપરછ કરતા રાજકોટમાં રહેતો એક સફાઈ કામદાર તેને ગાંજો સપ્લાય કરી ગયો હોવાનું અને તે પોતાની દુકાનેથી જ છૂટકમાં ગાંજો વેંચતો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે મોબાઈલ નંબરના આધારે સપ્લાયર શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સને અગાઉ પણ રેસકોર્ષ નજીકથી પ્રદ્યુમનનગર પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સગા ભત્રીજા વિરુધ્ધ વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતાં કાંતાબેન પ્રવિણભાઈ વિરોજા (ઉ.વ.80)ના માનસિક રીતે બિમાર પુત્રનાં નામની જમીનનો છળકપટ પૂર્વક સાટાખત કરાવી લઈ જમીનને વિવાદીત બનાવવા માટે કોર્ટમાં ખોટો દાવો દાખલ કરવા અંગે આરોપી પરસોતમ મૈયાભાઈ અકબરી અને અંકિત શૈલેષ ભાલોડી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી કાંતાબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર છે. મોટો પુત્ર અલ્પેશ માનસિક રીતે અસ્વસ્થ છે અને નાનો પુત્ર મયુર પરિવાર સાથે અલગ રહે છે. તેમના પતિની કોટડાસાંગાણીના અરડોઈ ગામે વારસાઈ જમીન છે. જે પુત્ર અલ્પેશનાં નામે છે. ગત નવેમ્બર મહિનામાં ઘરે નોટીસ આવતા જાણવા મળ્યું હતું કે, આરોપી પરસોતમ અને તેના સગા ભાઈના પુત્ર અંકિતે ભેગા મળી તેનો પુત્ર અલ્પેશ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેનો ગેરલાભ લઈ તેને વાતોમાં ભોળવી બાલાજી હોલ નજીક આવેલી નોટરીની ઓફીસમાં લઈ જઈ સાટાખતમાં સહી કરાવી લીધી હતી. દસ્તાવેજ કરવા બાબતે નોટીસ મળી ત્યારે તેમને આ અંગે જાણ થઇ હતી. જેથી, કોટડાસાંગાણી પોલીસમાં અરજી કરી હતી. પરિણામે બંને આરોપીઓએ પૂર્વયોજીત કાવતરાનાં ભાગરૂપે તેમની જમીનને વિવાદીત બનાવવાનાં ઈરાદે તેમના વિરુદ્ધ કોર્ટમાં ખોટો દાવો દાખલ કર્યો હતો જે દાવો હાલ ચાલુ છે. આ અંગે તેમણે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હીરાસર એરપોર્ટ નજીક હાઈ-વે પર મોડી રાતે વાહનો ઉપર પથ્થરમારો માણાવદર રહેતાં કિશોરભાઈ મોહનભાઈ સુરેજા (ઉ.વ.56) પોતાના પરિવારજનો સાથે ટેમ્પો ટ્રાવેલ્સ ભાડે કરી નાથદ્વારા દર્શનાર્થે જઇ રહ્યા હતા. રાત્રે 11.30 આસપાસ હીરાસર એરપોર્ટ પાસે પહોંચ્યા ત્યારે અચાનક ટેમ્પો ઉપર પથ્થરના ઘા આવ્યા હતાં જેના કારણે કાચ ફુટી જતાં તેના ટૂકડા ઉડીને ટેમ્પોમાં બેઠેલા કિશોરભાઈને લાગી જતાં લોહી નીકળવા માંડયા હતાં જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પત્થરમારો કરી નાસી જતા કોઇ ટીખળીનું આ કૃત્ય છે કે પછી વિકૃત આનંદ માણવા નશાખોરે આવુ કર્યુ તેને લઇ એરપોર્ટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહાનગરપાલિકાના સુપરવાઇઝર પર પૈસાની લેતી-દેતી મામલે હુમલો થોરાળા વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટી 11માં રહેતો વિશાલ માવજીભાઈ પારઘી (ઉ.વ.37) રાત્રે 12.30 વાગ્યે ઘર નજીક હતો ત્યારે રોહિત નામના શખ્સે ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વિશાલના ભાઈ સંજયએ પોલીસને જણાવ્યું હતું કે વિશાલ રાજકોટ મહાનગરપાલિકામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. રોહિત સાથે રૂ.2100ની લેતીદેતી મામલે માથાકુટ ચાલતી હતી જેથી રોહિતે પૈસાની ઉઘરાણી કરી બોલાચાલી કરી છરીથી હુમલો કર્યો છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૂના કેસમાં પકડાયેલ સંબંધીના સમાધાન માટે બોલાવી યુવક પર તલવાર અને ધારીયા વડે હુમલો રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરુડ ગરબી ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે લોહીયાળ અથડામણની ઘટના બની હતી. દારૂના જૂના કેસમાં સમાધાન કરવાના બહાને બોલાવીને ચાર શખ્સોએ એક યુવક પર તલવાર અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સાકીરખાન હમીદખાન યુસુફી (ઉં.વ.27) નામના યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં ડોક્ટરોએ તેને જમણા પગના ઢીંચણના ભાગે ગંભીર ફ્રેક્ચર હોવાનું જાહેર કર્યું કરતા હાલ એ ડિવિઝન પોલીસે BNS કલમ 118(1), 117(2), 352, 351(3), 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના વકીલનો CMને પત્ર:ચૂંટણીને પગલે વડોદરાના અનેક સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ નહીં થતા કરોડો રૂપિયાના દસ્તાવેજો અટવાયા
    Next Article
    7.7-Magnitude Earthquake Hits Japan: How Much Damage Can It Cause?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment